Not Set/ વિશ્વના ભૂખ્યા લોકો ભૂખ ખતમ કરવા પોતાના શેર વેચવા માટે તૈયાર છે એલન મસ્ક

ટેસ્લાના માલિક એલન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં શુમાર છે. છેલ્લા અઠવાડિયે તેમની નેટ વર્થમાં ભારે ઉછાળો આવ્યો હતો,

Business
Untitled 2 વિશ્વના ભૂખ્યા લોકો ભૂખ ખતમ કરવા પોતાના શેર વેચવા માટે તૈયાર છે એલન મસ્ક

દુનિયામાંથી ભૂખમરાને દુર કરવા માટે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ આગળ આવ્યા છે. ટેસ્લા ચીફ એલન મસ્કનુ કહેવુ છે કે જો સંયુક્ત રાષ્ટ્રના અધિકારી એ સાબિત કરી દે કે તેમના છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ મટી શકે છે, તો તેઓ પોતાના શેર વેચવા માટે તૈયાર છે. આને લઈને ટેસ્લા ચીફ એલન મસ્કે ટ્વીટ પણ કર્યુ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમના ડાયરેક્ટર ડેવિડ બેસ્લીના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યુ કે જો WFP આ ટ્વીટર થ્રેડ પર એ જણાવી દીધુ કે છ અબજ ડોલરથી દુનિયાની ભૂખ કેવી રીતે મટશે, તો હુ અત્યારે ટેસ્લાનો સ્ટોક વેચી દઈશ.

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓએ જણાવ્યું હતું કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ  એ જાહેરમાં જાહેર કરવું જોઈએ કે તેઓ તેમના ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે. તેઓ લોકોની વચ્ચે એક અહેવાલ જાહેર કરો. મસ્કે એમ પણ કહ્યું, ‘પરંતુ તે ઓપન સોર્સ એકાઉન્ટિંગ હોવું જોઈએ, જેથી જનતા જોઈ શકે કે પૈસા કેવી રીતે ખર્ચવામાં આવે છે.

આ પણ વાંચો ;Scam / SBIના પૂર્વ ચેરમેન પ્રતીપ ચૈાધરીની કરવામાં આવી ધરપકડ,લોન કૈાભાંડનો મામલો

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક કહે છે કે જો ડિરેક્ટર ડેવિડ બીસલી સાબિત કરી શકે તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને 6 બિલિયન ડોલર આપવા માટે હું મારા સ્ટોક વહેંચી નાખીશ, આ ફંડ વિશ્વની ભૂખને હલ કરવામાં મદદ કરશે. મસ્કએ આ ટ્વીટ્સ યુએન ડબ્લ્યુએફપી એક્ઝિક્યુટિવ ડેવિડ બીસલી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં કરેલી છે.

ટેસ્લાના માલિક એલન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં શુમાર છે. છેલ્લા અઠવાડિયે તેમની નેટ વર્થમાં ભારે ઉછાળો આવ્યો હતો, જે બાદ તેમની કુલ સંપત્તિ 311 બિલિયન ડોલર પહોંચી ગઈ છે. એટલા વધારે નેટ વર્થ પર પહોંચાડનારા દુનિયાના પહેલા વ્યક્તિ છે.

આ પણ વાંચો ;T20 World Cup / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ‘જો તો’ પર ટકી ટીમ ઈન્ડિયાની નજર