Fake NIA Officer/ યુવકને બોગસ અધિકારી બનવું ભારે પડ્યું, સીનસપાટા મારતો યુવાન ઝડપાયો

એનઆઈએના અધિકારીઓને યુવક પાસે બોગસ આઇકાર્ડ હોવાનું ખબર પડતા તેની ધરપકડ કરી હતી અને એટીએસના હવાલે કર્યો હતો.

Ahmedabad Gujarat

અમરેલીના ગુંજન કાંતિયા નામના યુવકે પત્નીને બતાવવા માટે એનઆઈએ કચેરીમાં ગયો, જ્યાં તેણે પોતાની ઓળખ એનઆઈએના અધિકારી તરીકે આપી હતી. એનઆઈએના અધિકારીઓને યુવક પાસે બોગસ આઇકાર્ડ હોવાનું ખબર પડતા તેની ધરપકડ કરી હતી અને એટીએસના હવાલે કર્યો હતો. એટીએસની ટીમે સોલા પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ બોગસ એનઆઈએ અધિકારી બનવાની ફરિયાદ કરી છે.

ગુંજન કાંતિયા પત્નીને કારમાં બેસાડીને છારોડી ખાતે આવેલી એનઆઈએ કચેરીમાં ગયો હતો. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુંજને અધિકારીઓ સામે પોતાની ઓળખ સબ ઇન્સ્પેક્ટર ડેપ્યુટેશન અધિકારી તરીકે આપી હતી અને આઇકાર્ડ પણ બતાવ્યું હતું. ગુંજન પાસે જે આઇકાર્ડ છે તે બોગસ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરી એટીએસને જાણ કરી હતી. એટીએસની ટીમે તેની ધરપકડ કરી હતી. જ્યાં તેની પાસેથી 3 બોગસ ID કાર્ડ મળી આવ્યા હતા. આઇકાર્ડ ઈન્ટરનેટ પરથી તસ્વીરો ડાઉનલોડ કરીને નકલી બનાવ્યા હતા.

ગુંજન એનઆઇએનો અધિકારી નથી એવો પત્નીને પણ ખ્યાલ નહોતો. પરંતુ જ્યારે એટીએસની ટીમ તેને બહાર લઇને આવી ત્યારે તેની પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઇ. ગુંજને આઇકાર્ડમાં સબ ઇન્સ્પેક્ટર ડેપ્યુટેશનની ઓળખ બતાવી હતી. આ સિવાય ગુંજન પાસેથી બીજા બે નકલી આઇકાર્ડ જે ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા ઓફ હાઉસિંગ હોમ અફેર્સનું અને ગર્વેમેન્ટ ઓફ ઇન્ડિયા મનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સનું આઇકાર્ડ મળી આવ્યુ હતું. ગુંજન અલગ અલગ સરકારી કચેરીઓમાં અને સર્કિટ હાઉસમાં આ આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો. ગુંજન એનઆઇએમાં નોકરી કરે છે તેવું બતાવવા પત્નીને લઈને એનઆઇએ ઓફિસમાં આવ્યો અને કારમાં પત્નીને બેસાડી અંદર ગયો અને ઝડપાઇ ગયો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી દ્વારા આ કાર્ડથી ક્યાં-ક્યાં દુરુપયોગ કર્યો છે તે મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!