ભાવનગર/ લગ્ન પ્રસંગે આવેલા યુવાનને તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ

ભાવનગરના વડવા વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. લગ્ન પ્રસંગે આવેલા યુવાનની હત્યા કરી દેતા ચકચાર મચી ગયો છે.

Gujarat Others
લગ્ન પ્રસંગે
  • યુવાનની કરપીણ હત્યા
  • ભાવનગરના વડવા વિસ્તારનો બનાવ
  • લગ્ન પ્રસંગે આવેલ યુવાનની કરાઇ હત્યા
  • યુવાન પર તીક્ષણ હથિયાર વડે કરાયો હુમલો
  • નજીવી બાબતે યુવાન પર કરવામાં આવ્યો હુમલો
  • પોલીસે હુમલો કરનારની શોધખોળ હાથ ધરી

ભાવનગરના વડવા વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.લગ્ન પ્રસંગે આવેલા યુવાનની હત્યા કરી દેતા ચકચાર મચી ગયો છે. અજાણ્યા યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો છે. નજીવી બાબતે યુવાન પર હુમલો કરી દેતા ASP સહીતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી અને આ યુવકની હત્યા શા કારણે કરી હોવાની તપાસ હાથ ધરી હતી. ઘટના બનતા આ વિસ્તારમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.

આ પણ વાંચો :ગુજરાતના બે સિંગર કોરોનાની ચપેટમાં, રાકેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ થયા સંક્રમિત

જામનગરમાં વૃદ્ધની હત્યા 

આપને જણાવી દઈએ કે, આ પહેલા જામનગર નજીક આવેલ હાપા માર્કેટીંગ યાર્ડ પાછળના જરોઘોડા વાડી વિસ્તારમાં ઘેટા-બકરા ચરાવવા નીકળેલ વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવ સામે આવ્યો હતો. એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ વિગત મુજબ જામનગર ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ ગતસાંજે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં તેના ઘેટા-બકરા ચરાવતા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

આ અંગે મૃતકના પુત્ર વાલાભાઈ ભરવાડ દ્વારા જાણ કરાતા પીઆઈ એમ. જે. જલુ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : માસ્ક ન પહેર્યુ તો હવે સમજો આવી જ બન્યુ, થશે 1 હજારનો દંડ

આ પણ વાંચો : જામનગરમાં ઘેટા ચરાવતા વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ

આ પણ વાંચો :આરોગ્ય વિભાગ દ્વારા શહેરના પ્રખ્યાત અનામના ઘૂઘરા સહિત 8 ફરસાણની દુકાનમાં ચેકિંગ કરાયું

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,150  કેસ નોંધાયા, જયારે 15 ના મોત થયા