ચુકાદો/ પેટમાં ચાકુ મારવું યુવકને પડયું ભારે, કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસતંત્ર દ્વારા સામ,દામ, દંડ અને ભેદ એમ ચારેય ખૂણાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વળી , કોર્ટ પણ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા ફટકારીને આરોપીઓના હૃદયમાં કાયદાનો ખોફ બેસાડી રહી છે. શહેરની વાત હોય કે પછી ગામડાની વાત હોય તમામ વિસ્તારોની અદાલતો હવે આરોપીઓના વર્તનને ચલાવા માંગતી નથી. જે કેસમાં […]

Gujarat
law 0122 પેટમાં ચાકુ મારવું યુવકને પડયું ભારે, કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસતંત્ર દ્વારા સામ,દામ, દંડ અને ભેદ એમ ચારેય ખૂણાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વળી , કોર્ટ પણ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા ફટકારીને આરોપીઓના હૃદયમાં કાયદાનો ખોફ બેસાડી રહી છે. શહેરની વાત હોય કે પછી ગામડાની વાત હોય તમામ વિસ્તારોની અદાલતો હવે આરોપીઓના વર્તનને ચલાવા માંગતી નથી. જે કેસમાં આરોપીની સામે પૂરતા પુરાવા મળે છે કે જેનાથી કેસ સાબિત થતો હોય તેવા કેસોમાં અદાલત દ્વારા આરોપીને કડકમાં કડક કાર્યવાહી ફટકારવામાં આવી રહી છે.

તાજેતરની જો વાત કરીએ તો પેટલાદના નાની બ્રહ્મપોળમાં રહેતા બે સંબંધીઓ વચ્ચે સામાન મૂકવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમતાં એકે ચપ્પાથી હુમલો કર્યો હતો. આ બનાવમાં આણંદ જિલ્લા કોર્ટે હુમલાખોર ઈસમને સાત વર્ષની જેલ અને રૂપિયા પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સખત કેદની સજાનો હુક્મ કર્યો છે.પેટલાદ બ્રહ્મપોળના નાકે મનોજભાઈ ઈશ્વરભાઈ રાવળ રહે છે. વર્ષ 2015માં 16 ડિસેમ્બરના રોજ મનોજભાઈના કુટુંબી ભત્રીજો ભાવેશ નટુ રાવળ તેમના ઘરમાં સામાન મૂકવા આવ્યો હતો.

જોકે, અગાઉ આ બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. એ સમયે પણ સામાન મૂકવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેને પગલે મનોજભાઈએ સામાન મૂકવા માટે ઈન્કાર કર્યો હતો. આ ઝઘડો ઉશ્કેરાટમાં પરિણમતાં ભાવેશ રાવળ પોતાની પાસે લાવેલું ચપ્પુ મનોજભાઈના પેટમાં મારી દીધું હતું. જેને પગલે તેમના આંતરડા બહાર આવી ગયા હતા. બીજી તરફ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલી તેમની દીકરી મોનીકાને પણ ચપ્પુ મારી દીધું હતું.

આ બનાવની ફરિયાદ ઈજાગ્રસ્ત મનોજભાઈના પત્ની મીનાક્ષીએ પેટલાદ શહેર પોલીસ સ્ટેશને નોંધાવ્યા બાદ પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આરોપી અને ફરિયાદી બંને પક્ષની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જેમાં સરકારી વકીલ અશ્વિન જાડેજાએ 16 સાક્ષી અને 18 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને ભાવેશ રાવળને હત્યાના પ્રયાસના ગુનામાં સાત વર્ષની સખત કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સખત કેદની સજા ફટકારી હતી.