Gujarat Assembly Election 2022/ પોરબંદરમાં કાંટે કી ટક્કર, કાંધલ જાડેજા સાથે જોવા મળશે જંગ

પોરબંદરમાં ભાજપ દ્વારા વર્ષો બાદ મહિલા ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા ને મેદાનમાં ઉતર્યા છે ત્યારે હાલ આ ઉમેદવાર સહિતના ભાજપના આગેવાનો કુતિયાણા સહીત ગ્રામ્ય પંથકમાં પ્રચાર કરી રહ્યા છે

Gujarat Gujarat Assembly Election 2022 Others
પોરબંદરમાં

પોરબંદરમાં ભાજપે વર્ષો બાદ મહિલા ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતર્યા છે. ઢેલીબેન ઓડેદરા સહિતના ભાજપના આગેવાનો કુતિયાણા કબ્જે કરવા ગ્રામ્ય પંથકમાં પ્રચાર કરી રહ્યા છે. જેને લઈ ઢેલીબેન ઓડેદરાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાત કરી છે.

પોરબંદરમાં ભાજપ દ્વારા વર્ષો બાદ મહિલા ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા ને મેદાનમાં ઉતર્યા છે ત્યારે હાલ આ ઉમેદવાર સહિતના ભાજપના આગેવાનો કુતિયાણા સહીત ગ્રામ્ય પંથકમાં પ્રચાર કરી રહ્યા છે તો આ વિસ્તારમાં વિવિધ પ્રશ્નો અંગે પણ ઢેલીબેન ઓડેદરા એ ખાસ ચર્ચા મંતવ્ય ન્યુઝ સાથે કરી હતી

પોરબદરની હાઈ પ્રોફાઈલ બેઠક ગણાતી કુતિયાણા બેઠક પર વર્ષો થી એન.સી.પી.ના ઉમેદવાર કાંધલ જાડેજા નીજીત થઈ રહી છે ત્યારે આ વર્ષે પોરબંદરની કુતિયાણા બેઠક પર ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા ને મેદાને ઉતર્યા છે ઢેલીબેન ઓડેદરા અનેક ટમથી નગરપાલિકા ની ચુંટણીમાં બિનહરીફ ચુંટાઈ અને પ્રમુખ રહેલ છે ત્યારે કુતિયાણા બેઠક પર સૌથી મોટો પ્રશ્ન ઘેડ પંથકમાં ચોમાસા માં પુર ની સ્થિતિ નો છે તો આ પંથકમાં રોડ રસ્તા,આરોગ્ય સેન્ટરમાં ડોક્ટરનો અભાવ,ગ્રામ્ય પંથકો માં સ્કુલ અને શિક્ષકોનો મસ્યા,રોજગારીની સમસ્યા,ખેડૂતો ને પિયત માટે પાણીની સમસ્યા,સહિતની સમસ્યા અંગે ભાજપ ના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે આ તમામ સમસ્યાની તેમની જીત થશે તો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે તેમજકોઇપણ લોકોના પ્રશ્નો અંગેની રજુવાત માટે તેમના ઘરે કાયમી માટે રજુવાત કરી શકશે.

આ પણ વાંચો:ગુજરાતમાં ભાજપની રેલીઓ, કોંગ્રેસ કરી રહી છે ચૂપચાપ પ્રચાર, જાણો – AAPની પણ

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા 7 નેતાઓને

આ પણ વાંચો:ફૂટબોલના સ્ટાર ખેલાડીઓ રોનાલ્ડો-મેસીની ચેસ રમતી તસવીર