Not Set/ સુરતમાં મહિલાના મોત બાદ કોઈ ન આવ્યું મદદે, પુત્ર લારીમાં સ્મશાન લઇ ગયો મૃતદેહ

સુરત જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. સાથે સાથે લોકો શ્વાસ લેવામાં તકલીફો પણ સતત વધી રહી છે. ત્યારે આવામાં એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ જણાવતા તેને વેન્ટિલેટર ન મળતા મોત ને ભેટી છે.

Gujarat Surat
A 142 સુરતમાં મહિલાના મોત બાદ કોઈ ન આવ્યું મદદે, પુત્ર લારીમાં સ્મશાન લઇ ગયો મૃતદેહ

સુરત જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. સાથે સાથે લોકો શ્વાસ લેવામાં તકલીફો પણ સતત વધી રહી છે. ત્યારે આવામાં એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ જણાવતા તેને વેન્ટિલેટર ન મળતા મોત ને ભેટી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડમાં રહેતા ભદ્રાબેન શાહ નામન મહિલાને ગત રોજ શ્વાસની તકલીફ થઈ જતા પુત્ર આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો. જોકે, વેન્ટિલેટર ન મળતા તેની માતાનું મોત નીપજ્યું હતું. માતાના મોત બાદ સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કર્યો હતો.

આ પણ વાંચો :વડોદરામાં 3 કલાક સુધી પિતાને શોધતો રહ્યો પુત્ર, અંતે બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

જોકે, તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરી પરવારી હોય તેમ શબવાહીની આપવાનો ઇનકાર કરી દેવાતાં રાત્રે જ હાથ લારીમાં માતાને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો.

સુરત જિલ્લા માં મોત નું વરવું તાંડવઃ શ્વાસ લેવામાં તકલીફ ની ફરીયાદ સાથે મહિલા નું મોત ;કોઈ મદદે ન આવ્યું લારીમાં મૃતદેહ સ્મશાન લઈ જવાયો

મહિના અંતિમસંસ્કાર કરવા ઈચ્છતા પુત્રએ સ્મશાનનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા ત્રણ કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી આ ઘટનમાં પરિવાર ખૂબ હેરાન થયો હતો અને કોઈ મદદે નહિ આવતા એકલતાની લાગણી અનુભવી હતી.

આ પણ વાંચો :શહેરના તમામ સ્મશાનગૃહ ફૂલ થતા હવે અંતિમક્રિયા માટે સ્વજનોનું ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ

મહત્વનું છે કે, આ મહિલાના ઘરના સભ્યો એજ મળી પ્લાસ્ટિકમાં મૃતદેહ લપેટી લારીમાં જ સ્મશાન લઇ ગયા હતા અને અગ્નિદાહ આપ્યો હતો.

આ પણ વાંચો :અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા, આરોપીઓ ફરાર

આ પણ વાંચો :ખોડલધામના પ્રમુખ તેમજ તેમની પત્નીને લાગ્યું કોરોનાનું ચેપ