OMG!/ સુરતમાં મધપૂડાને પાડવા જતા યુવાન 15 માળની બિલ્ડિંગમાં ફસાયો, પછી જે થયું….

મધમાખીના મધપૂડાને ઉતારવા ફસાયેલા યુવકની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા,  ટેબલ ટર્ન ક્રેનની મદદથી યુવકને બચાવવાનો પ્રયાસ કરાયો હતો.

Gujarat Surat
મધપૂડાને

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સિદ્ધિ એલિપ્સ બિલ્ડિંગમાં એક યુવક મધપૂડો ઉતારવા પહોંચ્યો હતો. તે દોરડાની મદદથી મધપૂડાને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં મધમાખીઓએ યુવક પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. પંદર માળની બિલ્ડીંગમાં યુવક બહાર લટકતો હોવાની બાતમી ફાયર વિભાગને મળી હતી. જો યુવક ઉપરથી પડ્યો હોત તો તેનું મોત નિશ્ચિત હતું. થોડીવાર માટે તે ડરી ગયો. મધમાખીઓએ તેને કરડી ત્યારે તે સંતુલિત બગડી ગયુ હતું.

મધમાખીના મધપૂડાને ઉતારવા ફસાયેલા યુવકની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા,  ટેબલ ટર્ન ક્રેનની મદદથી યુવકને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. યુવક સંતુલન ગુમાવીને નીચે પડી જાય તે પહેલા ફાયર બ્રિગેડની ટીમે ક્રેઈનનો ઉપયોગ કરીને યુવકને નીચે ઉતાર્યો હતો. થોડીવાર માટે આ હૃદયદ્રાવક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ જોઈને તેને બચવું લગભગ અશક્ય લાગતું હતું.

ફાયર વિભાગે ક્રેનનો ઉપયોગ કરીને તેને નીચે ઉતાર્યો હતો. તેણે યુવકને ત્યાંથી નીચે ઉતરતો જોયો તો તે બેભાન અવસ્થામાં હોય તેવું લાગ્યું. કારણ કે એવું કહેવાય છે કે મધમાખીએ તેને ખૂબ કરડી હતી. મધમાખીના ડંખથી બેહોશ થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. ફાયર વિભાગે 108ની મદદથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વેસુ વિસ્તારમાં આવો નજારો જોઈ સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ પણ વાંચો :અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવ પર લક્ઝરી બસમાં લાગી આગ, 35 મુસાફરોનો જીવ….

આ પણ વાંચો :રસ્તે જતી મહિલા પર એસિડ એટેક, ચહેરો બાળી બાઇક સવાર રફુચક્કર

આ પણ વાંચો :ટ્રાફિક બ્રિગેડના આઈજી દ્વારા આયોજિત ટ્રાફિક ડ્રાઈવની સૂરસૂરિયું

આ પણ વાંચો : કૂખ ભાડે આપવાથી શરૂ થયેલો વેપાર બાળ તસ્કરી સુધી પહોંચ્યો