દિવાની/ ટાઈગર શ્રોફને જોઈને બેભાન થઈ યુવતી….પછી એકટરે જે કર્યું તે જોઈને તમે પણ દંગ રહી જશો

ટાઈગર શ્રોફ રાજકોટનો મહેમાન બન્યો હતો ત્યારે તેની એક ફેન ટાઈગરને મળવા માટે પહોંચી હતી અને ગરમી તેમજ ભીડના કારણે બેભાન થઈ ગઈ હતી.

Trending Entertainment
ટાઈગર

બોલીવુડ એક્ટર પાછળ તેના ફેન્સ અને ફ્રેન્ડસ પાગલ હોય છે એ વાત નવી નથી. તેમાંય કોઈ મેલ એક્ટરની પાછળ તો છોકરીઓ ગાંડી જ થઈ જાય છે. તેની એક ઝલક મેળવવા માટે કે હાથ મિલાવવા માટે કોઈ સ્ટંટ કરતાં પણ આચકાતી નથી. આવું જ કાઈક રાજકોટમાં બન્યું હતું. બોલીવુડ એકટર ટાઈગર શ્રોફ રાજકોટનો મહેમાન બન્યો હતો ત્યારે તેની એક ફેન ટાઈગર ને મળવા માટે પહોંચી હતી અને ગરમી તેમજ ભીડના કારણે બેભાન થઈ ગઈ હતી. ત્યારે એક્ટરની બાઉન્સરો તેને પાણી પીવડાવી એકટર સુધી લઈ ગઈ હતી.

જેકી દાદાનો પુત્ર ટાઈગર શ્રોફ  તેના અશક્ય અને અદભૂત સ્ટંટને કારણે હવે બોલીવૂડમાં એક નામ બની ગયું છે. તેની લેટેસ્ટ ફિલ્મ હીરોપંતી-2 રિલીઝ થવા માટે એકદમ તૈયાર છે. જેના માટે ટાઈગર શ્રોફ અને એક્ટ્રેસ તારા સુતરિયા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા બંને ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં ટાઈગર શ્રોફની જબરી ફેન એક્ટરને પોતાની સામે જોઈને લગભગ બેભાન જ થઈ ગઈ હતી. એ પછી  હાજર મહિલા બાઉન્સરોએ તેને પાણી પીવડાવ્યું હતું અને એ પછી સ્ટેજ સુધી એક્ટર પાસે લઈ ગઇ હતી. આ ઘટનાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાય છે કે ભારે ભીડ વચ્ચે ટાઈગર શ્રોફની લેડી બાઉન્સર્સ  એક યુવતીની આસપાસ છે. તેઓએ આ ફેનને પકડી રાખી છે. રિપોર્ટ મુજબ આ ફેન બેભાન થઈ જતા મહિલા બાઉન્સર્સ તેને પાણી પીવડાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ ફેન એક્ટર સાથે મુલાકાત કરવા માટે ભીડને ઈશારો કરી રહી છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 હીરોપંતી-2માં ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા લીડ રોલમાં છે. અહેમદ ખાન નિર્દેશિત આ ફિલ્મ ટાઈગર શ્રોફની 2014માં રિલીઝ થયેલી બોલીવૂડ ડેબ્યૂ હીરોપંતીની સિક્વલ છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક ફેબ્રુઆરી 2020માં સામે આવ્યો હતો. ફિલ્મમાં એ.આર.રહેમાને મ્યૂઝિક આપ્યું છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને તારા સુતરિયા સિવાય અમૃતા સિંહ પણ છે. આ ફિલ્મ 29 એપ્રિલના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જેના ટ્રેલર પરથી જ લાગે છે કે તેમાં જબરજસ્ત એક્શન સીન્સ છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભાજપની માંગ પર સંજય રાઉતે પલટવાર કર્યો, યુપી વિશે આ કહ્યું..

ગુજરાતનું ગૌરવ