Not Set/ કોરોનાના કહેરની વચ્ચે મહારાષ્ટ્રમાં 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે થિયેટર અને ઓડિટોરિયમ, માસ્ક વિના એન્ટ્રી નહીં

કોરોનાવાયરસે મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષથી ફિલ્મ ઉદ્યોગની માઠી સર્જાઇ છે. Amazon અને netflix જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ભલે ફિલ્મો ચાલતી હોય પરંતુ થિયેટરમાં ફિલ્મ જોવાની મજા અલગ હોય છે. કોરોનાના

Trending Entertainment
udhhav 1 કોરોનાના કહેરની વચ્ચે મહારાષ્ટ્રમાં 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે થિયેટર અને ઓડિટોરિયમ, માસ્ક વિના એન્ટ્રી નહીં

કોરોનાવાયરસે મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષથી ફિલ્મ ઉદ્યોગની માઠી સર્જાઇ છે. Amazon અને netflix જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ભલે ફિલ્મો ચાલતી હોય પરંતુ થિયેટરમાં ફિલ્મ જોવાની મજા અલગ હોય છે. કોરોનાના કહેરની વચ્ચે પણ આ બાબતોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે વચ્ચેનો રસ્તો કાઢ્યો હોય તે પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડી છે કે જેથી ફિલ્મ ઉદ્યોગ મૃતપાય ન બની જાય.નવી માર્ગદર્શિકા પ્રમાણે ફિલ્મ રસિકોને તેમજ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને મોટી રાહત મળી છે.

કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી માર્ગદર્શિકા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. તદનુસાર, બધા નાટક થિયેટરો અને ઓડિટોરિયમ્સને 5૦ ટકા ક્ષમતા સાથે સંચાલન કરવા કહેવામાં આવ્યું છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી જગ્યાઓ એવી વ્યક્તિઓને એન્ટ્રી ન આપવી જોઈએ કે જેમણે માસ્ક યોગ્ય રીતે પહેર્યું ન હોય.

આ ઉપરાંત રાજ્યની તમામ ખાનગી કચેરીઓને પણ 50 ટકાની ક્ષમતા સાથે કાર્યરત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે રાજ્યની રાજધાની મુંબઇમાં પણ કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. મોલમાં પ્રવેશવા માટે મુંબઈને હવે કોરોના ટેસ્ટ માંથી પસાર થવું પડશે. અહીં બૃહમ્મુબાઈ મ્યુનિસિપાલિટી (BMC) એ મોલની મુલાકાત લેતા લોકો માટે ઝડપી એન્ટિજેન સ્ક્રીનીંગ ફરજિયાત કરી દીધાં છે. આ હુકમ 22 માર્ચથી અમલમાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…