Movie Masala/ RRR ની મેગા રિલીઝ પહેલા એલર્ટ મોડ પર થિયેટર માલિકો, સિનેમા હોલમાં લગાવી ઘારદાર ખીલીઓ, જાણો કારણ 

RRR ની રિલીઝ પહેલા ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગની તૈયારીઓ ચાલી રહી છે. તેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.

Trending Entertainment
RRR

સાઉથ સુપરસ્ટાર રામ ચરણ તેજા અને જુનિયર NTR ની ફિલ્મ ‘RRR’ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના મેકર્સ અને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે. રિલીઝ પહેલા ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગની તૈયારીઓ ચાલી રહી છે. તેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. ચાહકોમાં આ ફિલ્મના ક્રેઝને જોતા આંધ્રપ્રદેશના થિયેટર માલિકો પણ સતર્ક જોવા મળી રહ્યા છે.

નોંધનીય છે કે આંધ્રપ્રદેશના એક થિયેટરમાં સ્ક્રીનની સામે કાંટાળા તારની ફેન્સીંગની તસવીર સામે આવી હતી. હવે એક અન્ય થિયેટરમાંથી એક તસવીર સામે આવી છે જ્યાં ચાહકોને સ્ક્રીનથી દૂર રાખવા માટે તીક્ષ્ણ ખીલી લગાવવામાં આવી છે. વેંકટેશ્વરાલુ અન્નપૂર્ણા થિયેટરમાં સ્ક્રીનની સામે ખીલી લગવામાં આવી છે,’ થિયેટર ઇન્ચાર્જે કહ્યું કે અમે આવા પગલાં એટલા માટે લીધા છે કારણ કે લોકો ઉત્સાહિત થઈ શકે છે, પોડિયમ પર ચઢી શકે છે, જેનાથી સ્ક્રીનને નુકસાન થઈ શકે છે.

નોંધનીય છે કે દેશમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ થિયેટરમાં કોઈ ફિલ્મ માટે સ્ક્રીનની સામે દેખાડવામાં આવ્યું હોય અને ધારદાર ખીલી લગાવી હોય. તાજેતરમાં જ ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલી, રામ ચરણ તેજા અને જુનિયર એનટીઆર ફિલ્મના પ્રમોશન માટે યુપીના વારાણસી પહોંચ્યા હતા. અહીં ટીમે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. ત્યારે અહીં ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો : કોર્ટે સલમાન ખાનને મોકલ્યું સમન્સ, હવે ભાઈજાન આ મામલે કોર્ટમાં થશે હાજર

આ પણ વાંચો :જેલમાં 10માની પરીક્ષા આપશે ‘ગંગારામ ચૌધરી’ અભિષેક બચ્ચન, દસમીનું ટ્રેલર રિલીઝ

આ પણ વાંચો :ફિલ્મ રિલીઝ થયાના બે દિવસ પહેલા જ બોયકોટ RRR ની આંધી, શુ છે કારણ ??

આ પણ વાંચો :ધ કાશ્મીર ફાઇલ્સ પર ભડક્યો પ્રકાશ રાજ, કહ્યું- આ ઘા આપીને નફરતના બીજ વાવી રહ્યા છે!