Not Set/ શિયાળામાં દરરોજ કાચી હળદરનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ…

કાચી હળદરતમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.કાચી હળદર દેખાવમાં એકદમ આદુ જેવી જ લાગે છે, પરંતુ અંદરથી તેનો રંગ પીળો હોય છે.

Tips & Tricks Lifestyle
Untitled 16 શિયાળામાં દરરોજ કાચી હળદરનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ...

ભોજનમાં હળદરના ફાયદા વિશે તો તમે જાણતા જ હશો, પરંતુ કાચી હળદરનું સેવન સૂકી હળદર કરતાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં કાચી હળદરના સેવનની ખાસ સલાહ આપવામાં આવે છે. કાચી હળદરતમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.કાચી હળદર દેખાવમાં એકદમ આદુ જેવી જ લાગે છે, પરંતુ અંદરથી તેનો રંગ પીળો હોય છે. તેને દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તમે શરદી-ઉધરસ અથવા કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકો છો.

કાચી હળદરમાં સૌથી વધુ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડેન્ટ, એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. આ ત્રણેય ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાં વિટામિન સી, કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, થિયામીન, રિબોફ્લેવિન જેવા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.

Untitled 17 શિયાળામાં દરરોજ કાચી હળદરનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ...

શરદી અને ઉધરસની સારવાર માટે

શિયાળામાં ખાંસી, શરદી, ગળામાં દુખાવો અને તાવની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. આ સ્થિતિમાં તમે કાચી હળદરનું સેવન કરી શકો છો. કાચી હળદરને દૂધમાં ઉકાળીને રાત્રે પીવો. તેનાથી અસ્થમા, બ્રોન્કાઇટિસની સમસ્યામાં રાહત મળશે. તેનાથી સૂકી ઉધરસ પણ મટી જશે. ગળામાં ખરાશ હોય તો હળદરને પાણીમાં ઉકાળીને પીવો.

પાચન માટે

જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો દરરોજ કાચી હળદરનું સેવન કરો. તેનાથી અપચો, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓમાં લાભ મળે છે. જો પાચન સંબંધી સમસ્યા હોય તો કાચી હળદરને પાણીમાં ઉકાળીને પીવો.

લિવર માટે ફાયદાકારક

લીવરને સ્વસ્થ રાખવા માટે કાચી હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે સૂપ, શાકભાજી કે દૂધમાં કાચી હળદરનું સેવન કરો. તેમાં રહેલું કર્ક્યુમિન લીવરની બીમારીનું જોખમ ઘટાડે છે. તે લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં અસરકારક છે. જોકે, જો તમને પહેલાથી જ લીવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો ડોક્ટરની સલાહ પર જ કાચી હળદરનું સેવન કરો.

વજન ઘટાડવામાં ફાયદાકારક

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તેમાં પણ કાચી હળદરનું સેવન કરવાથી તમને ફાયદો થશે. કાચી હળદરમાં હાજર કર્ક્યુમિન મેટાબોલિક સિન્ડ્રોમ જેવા કે હૃદય રોગ, સ્ટ્રોક, મેદસ્વીતા અને ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે. કર્ક્યુમિન શરીરનું વજન અને બોડી માસ ઇન્ડેક્સ ઘટાડવામાં પણ મદદરૂપ છે.

Untitled 18 શિયાળામાં દરરોજ કાચી હળદરનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ...