Not Set/ કોકિનની લત છોડવી છે, જો હા તો લો ડાયાબિટીસની દવા

ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા કોઈપણ વ્યક્તિને કોકિનની ગંભીર આદત છોડાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં કરવામાં આવેલ એક સંશોધનમાં આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યું કે, વ્યક્તિનું જાડિયાપણુ અને ટાઈપ-2 ડાયાબિટીશની સારવાર માટે ડબલ્યુએચઓ દ્વારા જે દવાને સત્તાવાર […]

Health & Fitness Lifestyle
am 11 કોકિનની લત છોડવી છે, જો હા તો લો ડાયાબિટીસની દવા

ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા કોઈપણ વ્યક્તિને કોકિનની ગંભીર આદત છોડાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં કરવામાં આવેલ એક સંશોધનમાં આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.

અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યું કે, વ્યક્તિનું જાડિયાપણુ અને ટાઈપ-2 ડાયાબિટીશની સારવાર માટે ડબલ્યુએચઓ દ્વારા જે દવાને સત્તાવાર મંજુરી આપવામાં આવી છે તે દવા કોકીનની આદત છોડાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.

આ દવામાં પ્રાકૃતિક હોર્મોન્સ ગ્લુકાગોન-લાઈક પેપ્ટાઈડ-1 અને જીએફએલપી-1 નામના તત્વો વિશેષ રીતે રહેલા છે. આ દવાને વિયેતા નામ આપવામાં આવ્યું છે. આ દવાના માધ્યમથી સંશોધકોએ ઉંદરો પર અઢી વર્ષ સુધી સંશોધન કર્યું હતું. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, મસ્તિષ્ક સાલમાં જીએલપી-1 રિસેપ્ટરનું તત્વ સક્રિયતા લાવે છે. આ સક્રિયતાથી કોકિનની તડપ વ્યક્તિમાં ફરીથી અનુભવવા લાગે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, મસ્તિષ્કમાં હોર્મોન્સની ભૂમિકાના કારણે વ્યક્તિમાં કોકિનની તડપ  ઉભી થતી હોય છે. આ હોર્મોન્સને ડાયાબિટીસની દવા દ્વારા નિયંત્રીત કરી શકાય છે. એટલે કે આ દવાથી કોકીનની આદતને પણ નિયંત્રિત કરી શકાય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેંસ્લિવાનિયામાં કરવામાં આવેલ આ સંશોધનના મુખ્ય લેખક હીથ સ્કિમીડટે જણાવ્યું હતું કે, હોર્મોન્સના ઉપયોગથી  કોકીનના બંધાણીનું ધ્યાન અન્ય બાબતો પર દોરી શકાય છે. આ સંશોધન ન્યુરોસાઈકો ફાર્મોલોજી નામના જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.