આજે મોટાભાગના લોકો ફિટનેસ અંગે ખૂબ જ ચિંતિત રહેતા જોવા મળતા હોય છે છે. તેઓના મનમાં હંમેશા સવાલ રહે છે કે, વર્કઆઉટ બાદ ડાયટમાં શું લેવું જોઈએ. કેળાની સ્મૂધિ અને કેળાના શેકને સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. કેળા અને દૂધ પોષકતત્વોથી ભરપૂર હોય છે. આ કારણોસર માનવામાં આવે છે કે, કેળા અને દૂધનું એકસાથે સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

કેળા માં ભરપૂર માત્રામાં ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામીન સી અને વિટામીન B6 રહેલા છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રોટીન , પોટેશિયમ અને ફોસ્ફરસ રહેલું છે. અનેક સ્વાસ્થ્ય નિષ્ણાંતો દૂધ અને કેળાનું સેવન કરવાની સલાહ આપે છે, જેનાથી માંસપેશીઓ મજબૂત થાય છે. જે યુવાઓ ફિટનેસ અંગે ખૂબ જ જાગૃત હોય છે, તે લોકો દૂધ અને કેળાનું સેવન કરવાનું પસંદ કરે છે.

આયુર્વેદ અનુસાર જો દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવામાં આવે તો પાચન તંત્ર પર અસર થઈ શકે છે તથા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. દૂધ અને કેળાની પ્રકૃતિ અલગ અલગ છે. તમામ ફૂડની અલગ અલગ પ્રકૃતિ હોય છે અને તેનાથી પાચ તંત્ર પર વિપરીત અસર થાય છે. પાચન તંત્ર પર વિપરીત અસર ના થાય તે માટે યોગ્ય ભોજનના સંયોજનનું સેવન કરવું જરૂરી છે.

આયુર્વેદ અનુસાર જો દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવામાં આવે તો, પાચન સંબંધિત સમસ્યા, એલર્જી, સાઈનસ કંજેશન, ખાંસી, ઉલ્ટી, ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. જો દૂધ અને કેળાનું એકસાથે સેવન કરવામાં આવે તો શરીરમાં વિષાક્ત પદાર્થ ઉત્પન્ન થઈ શકે છે અને શ્વસન પ્રણાલી પર ગંભીર અસર થઈ શકે છે.

