Uttar Pradesh News: લખનઉની (Lucknow) ઘણી હોટલોને બોમ્બની (Bomb Threats) ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે જેમાં ધમકી આપનાર વ્યક્તિએ 55 હજાર ડોલર (46,25,623 રૂપિયા)ની માંગણી કરી છે. હોટેલ ફોર્ચ્યુન, હોટેલ લેમન ટ્રી અને હોટેલ મેરિયોટ સહિત 10 મોટી હોટલોને આ ધમકી મળી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી દેશભરની ફ્લાઈટ્સ, સ્કૂલ, કોલેજ અને હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે.
હોટલ સંચાલકોએ ધમકી અંગે પોલીસને જાણ કરી છે. શહેરની કુલ 10 હોટલોને આ ધમકીભર્યો મેલ મળ્યો છે. જેમાં હોટેલ મેરિયોટ, સારાકા હોટેલ, પિકાડિલી હોટેલ, કમ્ફર્ટ હોટેલ વિસ્ટા, ફોર્ચ્યુન હોટેલ, લેમન ટ્રી હોટેલ, ક્લાર્ક અવધ હોટેલ, હોટેલ કાસા, દયાલ ગેટવે હોટેલ અને હોટેલ સિલ્વેટના નામ સામેલ છે.
ધમકી આપનાર વ્યક્તિએ મેલમાં લખ્યું છે કે, હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર બ્લેક બેગમાં બોમ્બ સંતાડવામાં આવ્યા છે. મારે $55,000 જોઈએ છે, નહીં તો હું બોમ્બ વિસ્ફોટ કરીશ અને બધે લોહી હશે. બોમ્બને નિષ્ક્રિય કરવાના કોઈપણ પ્રયાસથી તે વિસ્ફોટ થશે.
આ પણ વાંચો:હવે એક સાથે 85 વિમાનોને ધમકી મળી છે, જેમાં 20 એર ઈન્ડિયા અને 25 અકાસા ફ્લાઈટ્સનો સમાવેશ
આ પણ વાંચો:એક બોમ્બની ખોટી ધમકી એરલાઈન્સને કઈ રીતે પડે છે મોંઘી? અધધધ…આટલા રૂપિયાનું સહન કરવું પડે છે નુકસાન
આ પણ વાંચો:8 દિવસમાં 120થી વધુ ફ્લાઈટને મળી ધમકી, ઈન્ડિગો-વિસ્તારા, AIની 30 ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકી