ગુજરાત/ જામનગર જીજી હોસ્પિટલના અધિકારી સામે એસીબીમાં ફરિયાદ ઉઠતા ખળભળાટ

@સાગર સંઘાણી જામનગરની જીજી હોસ્પિટલમાંથી એક અધિકારી લાંચ સ્વીકારતા બોટાદ એસીબીના હાથે ઝડપાયો હતો. જેને લઇને ખળભળાટ મચી ગયો છે. જામનગરની જીજી હોસ્પિટલ મેડિકલ બોર્ડમાં ફરજ બજાવતા અધિકારીએ 2.50 લાખની લાંચ માંગ્યા બાદ રકઝકના અંતે 25 હજારની લાંચ નક્કી કરાઇ હતી. આ દરમિયાન બોટાદ એ.સી.બી ની ટીમે આજે જામનગરની જીજી હોસ્પીટલના મેડિકલ બોર્ડમાં છટકું ગોઠવ્યું […]

Top Stories Gujarat Others
Beginners guide to 4 1 જામનગર જીજી હોસ્પિટલના અધિકારી સામે એસીબીમાં ફરિયાદ ઉઠતા ખળભળાટ

@સાગર સંઘાણી

જામનગરની જીજી હોસ્પિટલમાંથી એક અધિકારી લાંચ સ્વીકારતા બોટાદ એસીબીના હાથે ઝડપાયો હતો. જેને લઇને ખળભળાટ મચી ગયો છે. જામનગરની જીજી હોસ્પિટલ મેડિકલ બોર્ડમાં ફરજ બજાવતા અધિકારીએ 2.50 લાખની લાંચ માંગ્યા બાદ રકઝકના અંતે 25 હજારની લાંચ નક્કી કરાઇ હતી. આ દરમિયાન બોટાદ એ.સી.બી ની ટીમે આજે જામનગરની જીજી હોસ્પીટલના મેડિકલ બોર્ડમાં છટકું ગોઠવ્યું હતું. જોકે જેમની સામે આક્ષેપ થઇ રહ્યા છે. તે અધિકારી પરિસ્થિતિ પારખી જતા લાંચ પરત આપી નાસી છૂટયો હતો. જેની સામે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની વિગત એવી છેકે ફરીયાદીને વર્ષ-૨૦૧૪થી હદયરોગની બિમારી થયેલ હોય જેના કારણે ફરીયાદીએ તેમના વિભાગમા વતનથી નજીકના સ્થળે બદલી કરાવવા બાબતે બદલી રીપોર્ટ આપ્યો હતો. બાદમાં ફરીયાદીને તેમના વિભાગે હદયરોગની ખરાઇ કરાવવા માટે મેડીકલ બોર્ડ, ગુરૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર ખાતે તપાસણી અર્થે મોકલવામા આવ્યા હતા. જયાં આ કામના અશોકભાઇ ધીરૂભાઇ પરમાર, (નોકરી, મેડીકલ બોર્ડ, ગુરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગર) એ ફરીયાદી પાસે મેડીકલ તપાસણી બાદ તેમના વિભાગને ખરાઇ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામા રૂા.૨,૫૦,૦૦૦ ની લાંચની માંગી હતી.

જેમા રકઝકના અંતે રૂા.૪૫,૦૦૦ લાંચની રકમ આપવાનુ નકિક થયું હતું. જે પૈકી રૂા.૨૦,૦૦૦ની લાંચની રકમ ફરીયાદીએ આક્ષેપીતને આપી દિઘેલ અને બાકી રહેતી લાંચની રકમ રૂા.૨૫,૦૦૦ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. આ વેળાએ ફરીયાદીની ફરીયાદ આઘારે લાંચના છટકાનુ આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી એ.સી.બી.ની ટ્રેપનો શક જતા આ લાંચની રકમ ફરીયાદીને પરત આપી ગુનાવાળી જગ્યાએથી નાશી જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા હતો. જેને લાઈને તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ

આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે