આપ-લે/ જામનગર ઝૂને બે વાઘ, ચાર ચિત્તા આપવા સામે મધ્યપ્રદેશમાં વિરોધ થવાના વાવડ

ગુજરાતને જામનગર ઝૂ માં આ પ્રાણીઓ આપવા સામે મધ્ય પ્રદેશના અનેક પર્યાવરણપ્રેમીઓમાં વિરોધનો ગણગણાટ પ્રબળ થવા લાગ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

Top Stories India
જામનગર ઝૂ

સિંહ ગુજરાત અને વાઘ મધ્યપ્રદેશની શાન છે. પરંતુ સમયાંતરે વિવિધ કારણસર સિંહ અને વાઘને અન્ય સ્થળે પણ વસાવવાની કે એક ઝૂમાંથી બીજા ઝૂમાં મોકલવાની વાત કરવામાં આવે છે. તાજેતરમાં પણ મધ્ય પ્રદેશ સરકારે જામનગર ખાતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્માણ પામી રહેલા પ્રાણી સંગ્રહાલય માટે બે વાઘ અને ચાર ચિત્તા આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ  ગુજરાતને આ પ્રાણીઓ આપવા સામે મધ્ય પ્રદેશના અનેક પર્યાવરણપ્રેમીઓમાં વિરોધનો ગણગણાટ પ્રબળ થવા લાગ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર ભોપાલના વન વિહાર નેશનલ પાર્કના બે વાઘ-ચાર ચિત્તા જામનગરના ગ્રીન ઝૂઓલોજીકલ- રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરમાં ટ્રાન્સફર કરવા મધ્ય પ્રદેશના વનવિભાગ દ્વારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરવાનગી માગવામાં આવી છે. જોકે, હજુ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી કોઇ પ્રતિઉત્તર મળ્યો નથી. બીજી તરફ ગ્રીન ઝૂઓલોજીકલ સેન્ટર દ્વારા એવો પત્ર લખવામાં આવ્યો છે કે આ ટ્રાન્સફરથી મધ્ય પ્રદેશ સરકાર પરનો નાણાકીય બોજ ઓછો થશે. બીજી તરફ મધ્ય પ્રદેશના પર્યાવરણપ્રેમીઓ આ મામલે હાઇકોર્ટના દ્વાર ખટખટાવે તેવી સંભાવના પણ સેવાઇ રહી છે. મધ્યપ્રદેશના પર્યાવરણપ્રેમીઓનો દાવો છે કે કોર્પોરેટ હાઉસના દબાણ સામે ઝૂકીને મધ્ય પ્રદેશ સરકાર આ પ્રાણીઓને જામનગર ટ્રાન્સફર કરવા માટે તૈયાર થયું છે. આ પ્રાણીઓને જામનગર ખસેડવા યોગ્ય નથી. કેમકે, વનવિહારનું વાતાવરણ જ તેમને સાનુકૂળ થાય એમ છે. પર્યાવરણપ્રેમીઓએ વિરોધ દર્શાવતા આ મામલે વધુમાં કહ્યું છે કે, મધ્ય પ્રદેશ પાસે આ પ્રાણીઓને રાખવા પૂરતી જગ્યા નહીં હોવાની વાતમાં તથ્ય નથી. શું મધ્ય પ્રદેશ સરકાર નાદાર થઇ ગઇ છે કે આ નિર્ણય લેવો પડી રહ્યો છે? ગુજરાતે હજુ સિંહ નથી આપ્યા નથી તો તે સ્થિતિમાં મધ્ય પ્રદેશે પણ તેના પ્રાણીઓને આપવા જોઇએ નહીં.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે આજે નવી સિંહ સિંહણ ની જોડી ને  મુલાકાતીઓ માટે મૂકવામાં આવી છે.1 મહિના પહેલા આ સિંહ સિંહણની જોડીને સક્કરબાગ ઝૂઓલોજીકલ પાર્ક, જુનાગઢથી 8 માર્ચના દિવસે લાવવામાં આવી હતી જે બાદ 1 મહિનામાં અમદાવાદનાં વાતાવરણને અનુકૂળ થયા બાદ આ જોડીને મુલાકાતીઓને નિહાળવા માટે મૂકવામાં આવી છે. સામન્ય રીતે જંગલ વિસ્તારમાં સિંહ અને સિંહણ નું આયુ મર્યાદા 15 વર્ષ ની હોય છે પરંતુ કોઈ પણ ઝુ માં સિંહ સિંહણનું જીવન 22 થી 25 વર્ષ નું હોય છે.

આ પણ વાંચો : દિલ્હીના સત્યનિકેતનમાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 5 મજૂરો ફસાયા હોવાની આશંકા