Bollywood/ અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ પર આ દેશોએ લગાવ્યો પ્રતિબંધ

ફિલ્મમાં અક્ષય કુમાર એક હીરોની ભૂમિકામાં જોવા મળે છે જે યુએઈના સંરક્ષણ મંત્રીને પણ આ ઓપરેશન અંગે અંધારામાં રાખે છે

Entertainment
જીત 1 અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ પર આ દેશોએ લગાવ્યો પ્રતિબંધ

અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ રિલીઝ થતા જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા ભજવી  રહ્યા છે . આ સિવાય  પણ  લારા દત્તા, હુમા કુરેશી અને વાણી કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. અક્ષય કુમારના અભિનયની પ્રશંસા થઈ રહી છે, તેમજ ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં લારા દત્તાએ પણ દરેકનું દિલ જીતી લીધું છે.

કોરોનાના ની  આ બીજી લહેર  પછી , મોટા બજેટની ફિલ્મ પ્રથમ વખત થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે અને દર્શકો પણ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે આ ફિલ્મ સાઉદી અરેબિયા, કતાર અને કુવૈતમાં પ્રતિબંધિત છે. આ ફિલ્મના પ્રતિબંધ પાછળનું કારણ આ ફિલ્મ હોઈ તેવું જાણવા મળી રહ્યું છે .

આ પણ વાંચો :UPના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની તબિયત હજુ પણ નાજૂક,CM યોગી આદિત્યનાથ ચિંતિત

ફિલ્મમાં જે ઘટના બની છે તે 1984માં થયેલી વાસ્તવિક ઘટના છે. 1984માં યુએઈના સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે વ્યક્તિગત રીતે આ મામલો સંભાળ્યો હતો અને યુએઈના અધિકારીઓએ આ અપહરણકર્તાઓને પકડ્યા હતા.

બેલબોટમ ફિલ્મમાં ભારતીય અધિકારીઓને નાયક તરીકે બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક હીરોની ભૂમિકામાં જોવા મળે છે જે યુએઈના સંરક્ષણ મંત્રીને પણ આ ઓપરેશન અંગે અંધારામાં રાખે છે. હકીકત અને ફિલ્મની કહાની વચ્ચે અંતર હોવાથી મધ્ય પૂર્વના દેશોમાં સેન્સર બોર્ડે આ અંગે વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો :આજે સોમનાથ મંદિરનાં પ્રોજેક્ટસનું PM મોદી કરશે ઉદ્ઘાટન