Cricket/ IND vs AUS બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં બની શકે છે આ રેકોર્ડ્સ

ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. યજમાન ઓસ્ટ્રેલિયા હાલમાં પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત સાથે શ્રેણીમાં 1-0 થી આગળ છે….

Sports
zzas 110 IND vs AUS બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં બની શકે છે આ રેકોર્ડ્સ

ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. યજમાન ઓસ્ટ્રેલિયા હાલમાં પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત સાથે શ્રેણીમાં 1-0 થી આગળ છે. આ બોક્સિંગ ડે ટેસ્ટમાં ઘણા રેકોર્ડ્સ બની શકે છે, ચાલો આપણે તેના પર એક નજર નાખીએ.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 100 મી ટેસ્ટ

zzas 112 IND vs AUS બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં બની શકે છે આ રેકોર્ડ્સ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ 100 મી ટેસ્ટ મેચ હશે. ઓસ્ટ્રેલિયા બીજી ટીમ બનશે જેની સામે ભારતે 100 અથવા તેથી વધુ ટેસ્ટ મેચ રમી છે. આ પહેલા ભારતે ઇંગ્લેન્ડ સામે 122 ટેસ્ટ મેચ રમી છે.

ચેતેશ્વર પુજારાનાં 6000 ટેસ્ટ રન

zzas 111 IND vs AUS બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં બની શકે છે આ રેકોર્ડ્સ

ચેતેશ્વર પૂજારા જો આ મેચમાં 117 રન બનાવશે તો તે ભારત તરફથી ટેસ્ટમાં 6000 રન બનાવનારો 11 મો ખેલાડી બનશે. ભારત માટે સૌથી ઝડપી આ રન કરવાની દ્રષ્ટિએ તે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી છઠ્ઠા ક્રમાંક પર પહોંચી જશે. અઝહરે 143 ઇનિંગ્સમાં તેના 6000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. પૂજારાએ અત્યાર સુધી રમાયેલી 78 ટેસ્ટ મેચની 130 ઇનિંગ્સમાં 5,883 રન બનાવ્યા છે.

સેહવાગ-કોહલીને છોડી શકે છે પાછળ

zzas 113 IND vs AUS બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં બની શકે છે આ રેકોર્ડ્સ

જો ચેતેશ્વર પૂજારા 69 રન કરવામાં સફળ થાય છે, તો તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં રનની દ્રષ્ટિએ વિરેન્દ્ર સેહવાગ (1,738) અને વિરાટ કોહલી (1,682) કરતા આગળ નિકળી જશે. પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે 17 ટેસ્ટ મેચની 31 ઇનિંગ્સમાં 57.41 ની એવરેજથી 5 સદી અને 7 અડધી સદી સહિત 1,665 રન બનાવ્યા છે.

નાથન લોયનની 400 ટેસ્ટ વિકેટ

zzas 114 IND vs AUS બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં બની શકે છે આ રેકોર્ડ્સ

ઓફ સ્પિનર ​​નાથન લોયનને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પૂર્ણ કરવા 9 વિકેટની જરૂર છે. તે આમ કરનાર ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બોલર બનશે. હજી સુધી, ફક્ત સ્પિનર ​​શેન વોર્ન (708) અને ઝડપી બોલર ગ્લેન મેકગ્રાએ ઓસ્ટ્રેલિયા માટે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયનની જમીન પર પોતાની 200 વિકેટ પૂર્ણ કરવામાં તે 8 વિકેટથી દૂર છે.

Ahmedabad / મોટેરા સ્ટેડિયમ ખાતે આજે સૌરવ ગાંગુલી-જય શાહની ટીમ વચ્ચે રમા…

AUS VS IND / બોક્સિંગ ડે ટેસ્ટમાં પરત નહી ફરે ડેવિડ વોર્નર…

Cricket / IPL 2021 માં જાણો કેટલી ટીમો લેશે ભાગ, ક્યારે થશે નિર્ણય!…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો