માયાજાળ/ એવી મોડસ ઓપરેન્ડી અજમાવતા કે વિદેશીઓ મોં માંગી રકમ ધરી દેતા હતા

અમદાવાદના પ્રહલાદનગર, નવરંગપુરા, સેટેલાઈટ અને વસ્ત્રાપુર તથા પુર્વ વિસ્તારની કોમર્શિયલ બિલ્ડીંગોમાં ભાડાની ઓફિસમાં કોલ સેન્ટરો ધમધમતા હતા.

Mantavya Exclusive
YouTube Thumbnail 4 એવી મોડસ ઓપરેન્ડી અજમાવતા કે વિદેશીઓ મોં માંગી રકમ ધરી દેતા હતા

@નિકુંજ પટેલ

કોમ્પ્યુટર પર આંગળીના ટેરવે વિદેશી નાગરિકોને ફસાવીને ડોલર કમાઈ લેવાની કોલ સેન્ટરના યુવકોને ફાવટ આવી ગઈ હતી. બંધ એસી ઓફિસોમાં ચુપચાપ અને ધમધોકાર ચાલતા આ કોલ સેન્ટરોની ગંધ સુધ્ધા કોઈને આવતી ન હતી કે આવવા દેવાતી ન હતી. અમદાવાદમાં તો કોલ સેન્ટરોનો જાણે રાફડો ફાટ્યો હતો. અમદાવાદના પ્રહલાદનગર, નવરંગપુરા, સેટેલાઈટ અને વસ્ત્રાપુર તથા પુર્વ વિસ્તારની કોમર્શિયલ બિલ્ડીંગોમાં ભાડાની ઓફિસમાં કોલ સેન્ટરો ધમધમતા હતા. તે સિવાય મુંબઈ, થાણે, ગોવા તથા અન્ય રાજ્યોમાં પણ ગેરકાયદે કોલ સેન્ટરો ચાલી રહ્યા હતા.

મોટાભાગે અમેરિકન સહિતના વિદેશી નાગરિકોને અલગ અલગ સ્કેમ હેઠળ છેતરવામાં આવતા હતા.જેમાં આઈઆરએસ, યુએસસીઆઈએસ સ્કેમ, પે ડે લોન સ્કેમ અને ગવર્મેન્ટ ગ્રાન્ટ સ્કેમ હેઠળ શીશામાં ઉતારવામાં આવતા હતા.

અમેરિકા સ્થિત આઈઆરએસ (ઈન્ટરનલ રેવન્યુ સર્વિસ) સ્કેમની વિગત જોઈએ તો ભારત સ્થિત કોલ સેન્ટરના કર્તાહર્તા પોતે આઈઆરએસના અધિકારીઓનાં સ્વાંગમાં રજુ થતા હતા. જેમાં યુએસના નાગરિકો કે જેમણે આઈઆરએસ પાસેથી લોન લીધી હોય તેમને નિશાન બનાવવામાં આવતા હતા. કોલ સેન્ટરમાંથી ફોન કરનાર શખ્સ તમે તાત્કાલિક નાણાં પરત નહી કરો તો તમારી ધરપકડ અને દંડ થઈ શકે છે એમ કહીને ડરાવતા હતા.

યુએસસીઆઈએસ (યુએસ સિટીઝન એન્ડ ઈમીગ્રેશન સર્વિસીસ) સ્કેમમાં કોલ સેન્ટરના ગઠીયાઓ પોતે યુએસસીઆઈએસના અધિકારીઓ હોવાનું જણાવીને યુએસ નાગરિકોને તમારા યુએસસીઆઈએસ સાથેના પેપરવર્કમાં ઉભી થયેલી અડચણો સંબંધે તાત્કાલિક દંડ નહી ભરો તો તમને દેશનિકાલ કરવામાં આવશે કહીને નાણાં પડાવતા હતા.

પે ડે લોનમાં કોલ સેન્ટરના આરોપીઓ અમેરિકન નાગરિકોને પોતે લોન ઓફિસર તરીકેની ઓળખ આપીને ગેરમાર્ગે દોરતા હતા. બાદમાં તેઓ યુએસના નાગરિકોને તમારી લોન મંજુર થઈ ગઈ છે કહીને છેતરતા હતા. ગવર્મેન્ટ ગ્રાન્ટ સ્કેમમાં કોલ સેન્ટરના ઓપરેટર અમેરિકન નાગરિકોને તમે ગવર્મેન્ટ ગ્રાન્ટ માટે લાયક છો કહીને તેમની પાસેથી આઈઆરએસ ટેક્સ અથવા પ્રોસેસીંગ ફી લેતા હતા. જોકે તેમને કોઈ ગ્રાન્ટ મળતી ન હતી. આમ પ્રોસેસીંગ ફી ના નામે નાણાં પડાવાતા હતા.

આ ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરોમાં પણ આયોજનબદ્ધ રીતે કામકાજ ચાલતું હોય છે. જેમાં પ્રત્ય કર્મચારીને કામની વહેંચણી કરવામાં આવી હોય છે. જેમાં રનર, ડોમેસ્ટીક મેનેજર, કોલ સેન્ટર ઓપરેટર, કોલર અને પેમેન્ટ પ્રોસેસર તરીકે પ્રત્યેક કર્મચારીને કામ સોંપવામાં આવતું હોય છે.

રનર્સની કામગીરી જોઈએ તો રનર્સ અમેરિકામાં જે તે વિસ્તારમાં રહીને કામ કરે છે. રનર્સ હંગામી ધોરણે જીપીઆર કાર્ડ્સ ખરીદે છે. બાદમાં આ કાર્ડ તે ભારતમાં રહેતા પેમેન્ટ પ્રોસેસરને મોકલાવે છે.જીપીઆર કાર્ડ રજીસ્ટર્ડ થયા બાદ મની ઓર્ડર ખરીદવા, દુરૂપયોગ કરવા માટે, કોલ સેન્ટરના સ્કેમમાંથી મળેલા નાણાં પાછા મેળવવા માટે કરાય છે.  જે ફેક આઈડેન્ટીફિકેશન ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને વેસ્ટર્ન યુનિયન અને મની ગ્રામ દ્વારા મેળવવામાં આવે છે. બાદમાં સ્કેમમાંથી મળેલા નાણાં બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. રનર્સને અવારનવાર ડોમેસ્ટીક મેનેજર આ અંગે નિર્દેશ આપતો રહે છે.

બાદમાં અમેરિકા સ્થિત ડોમેસ્ટીક મેનેજર વાહનો અને કેર્ડિટ કાર્ડના મુસાફરીના ખર્ચની માહિતી એકઠી કરે છે.ડોમેસ્ટીક મેનેજર ભારત સ્થિત કોલ સેન્ટરના ઓપરેટર્સ અને પેમેન્ટ પ્રોસેસરને સ્કેમના નાંણાંમાંથી કર્મચારીઓને ચ્કવવામાં આવતી રકમ વધઘટ કરવા નિર્દેશ કરે છે.

કોલ સેન્ટર ઓપરેટર કોલ સેન્ટરના દરરોજના કોલની માહિતી ઉપરાંત ટાઈમ, હાજરી પુરી પાડવામાં આવતી સુવિધા, કોલ સેન્ટરમાંથી કરવામાં આવતા કોલના ફોન નંબરોની માહિતી મેળવે છે. તે સિવાય કોલ કરવા માટે મેળવેલી અને વહેંચણી કરેલી લીડનું લિસ્ટ તૈયાર કરે છે. બાદમાં એક મહિનામાં કોલ સેન્ટરમાંથી કેટલા કોલ થયા તેની કામગીરીની માહિતી મેળવે છે.

કોલરની ભુમિકા જોઈએ તો તે કોલ સ્ક્રિપ્ટ અને લીડનું લિસ્ટ મેળ્યા બાદ અમેરિકા કે અન્ય દેશમાં રહેતા નાગરિકને ફોન કરીને ધમકીભર્યા ફોન કરે છે. જેમાં તે અમેરિકાના સરકારી અધિકારી અથવા મની લેન્ડર્સ તરીકેની પોતાની ખોટી ઓળખ આપે છે.

કોલ સેન્ટર સાથે સંકળાયેલો અને ભારતમાં રહેતો પેમેન્ટ પ્રોસેસર કોલ સેન્ટરો અને રનર્સ વચ્ચે વચેટીયાની ભુમિકા ભજવતો હોય છે.જીઆરપી કાર્ડ એક્ટીવેટ કરવા સાથે તે હવાલાનું કામ કરતા શખ્સ માટે વિદેશનું નાણું સરળતાથી પહોંચી જાય તેની કામગીરી કરે છે.

ડેટા બ્રોકર પર્સનલી આઈડેન્ટીફીએબલ ઈન્ફોર્મેશનના પેમેન્ટ માટે ડોમેસ્ટીક રનર્સના માધ્યમથી સુવિધા પુરી પાડે છે. હવાલા પાડનાર ભારતમાં જ હોય છે અને કોલ સેન્ટરોના નાણાંના હવાલા પાડે છે.  આગામી એપિસોડમાં જુઓ કોલ સેન્ટર કિંગ સાગર ઠાકર ઉર્ફે સેગીના કારનામા.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર