Not Set/ ૧૩ રાજ્ય ૧૫ વિપક્ષો: મોદી-શાહ વિરુદ્ધ ૨૦૧૯માં ૪૨૯ સીટોનો ચક્રવ્યૂહ

કર્ણાટકમાં મળેલી જીતના કારણે વિપક્ષી દળોમાં એકતાનો નવો જોશ દેખાઈ રહ્યો છે. આવા જ જોશ સાથે વિપક્ષે ૨૦૧૯માં મોદીના  વિજય રથને  રોકવા માટેના સમીકરણો તૈયાર કર્યા છે. આ સમીકરણોની મદદથી દેશના ૧૩ રાજ્યોના ૧૫ દળો ભેગા મળીને ૪૨૯ લોકસભા સીટો પર મોદી-શાહની સામે પેચ લડાવી શકે છે. ૨૦ રાજ્યોમાં બીજેપીના વિજય પતાકા લહેરાવવાવાળી આ જોડી […]

India Trending Politics
Narendra Modi Amit Shah ૧૩ રાજ્ય ૧૫ વિપક્ષો: મોદી-શાહ વિરુદ્ધ ૨૦૧૯માં ૪૨૯ સીટોનો ચક્રવ્યૂહ

કર્ણાટકમાં મળેલી જીતના કારણે વિપક્ષી દળોમાં એકતાનો નવો જોશ દેખાઈ રહ્યો છે. આવા જ જોશ સાથે વિપક્ષે ૨૦૧૯માં
મોદીના  વિજય રથને  રોકવા માટેના સમીકરણો તૈયાર કર્યા છે. આ સમીકરણોની મદદથી દેશના ૧૩ રાજ્યોના ૧૫ દળો ભેગા
મળીને ૪૨૯ લોકસભા સીટો પર મોદી-શાહની સામે પેચ લડાવી શકે છે. ૨૦ રાજ્યોમાં બીજેપીના વિજય પતાકા લહેરાવવાવાળી
આ જોડી સામે વિપક્ષે એવો ચક્રવ્યૂહ બનવ્યો છે, જેને તોડવો સરળ નહિ હોઈ.

કર્ણાટક ચુંટણી પરિણામો બાદ ૨૧માં રાજ્યમાં બીજેપી સરકાર બનાવવા આગળ વધી તો કોંગ્રેસ-જેડી(એસ) એ એકબીજા સાથે
હાથ મેળવી લીધા. એટલુજ નહિ વિપક્ષના બીજા પક્ષો પણ એમને સહ્યોગ આપવા માટે સાથે આવી ગયા. પરિણામ એ આવ્યું કે
બીજેપી વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં નાકામ રહી, અને યેદીયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું. અને વિપક્ષોને ૨૦૧૯
માટે માનો એક સંજીવની મળી ગઈ.

કોંગ્રેસ-જેડી(એસ)ની ભાગીદારી વાળી સરકારના શપથ સમારોહમાં વિપક્ષના લગભગ બધાજ દળો સાથે આવ્યા. આમાં પૂર્વ થી
પશ્ચિમ સુધી, ઉતર થી દક્ષીણ સુધી બધાજ એન્ટી-મોદી નેતાઓ શામેલ હતા. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી,
માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી અને લેફ્ટ ના નેતાઓ એક અમંચ પર નજર આવ્યા હતા.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ પૂર્ણ બહુમત સાથે દેશની સતા સાંભળી હતી, જેમાં યુપીમાં મળેલી પ્રચંડ જીતનું ખુબ મોટું યોગદાન હતું.
સૌથી વધારે લોક્સભાવાળા આ વિસ્તારમાં વિપક્ષી એકતા ૨૦૧૯માં બીજેપીના સપનાઓ પર ગ્રહણ લગાવી શકે છે. બીજેપી ભલે
સ્વીકાર ના કરે પણ માયા અને અખિલેશ ની જોડીએ ફૂલપુર અને ગોરખપુરની મધ્યચુંટણીમાં હરાવીને વિપક્ષી એકતાની તાકાતનો
અનુભવ કરાવી ચુકી છે. ૨૦૧૯માં કોંગ્રેસ પણ સાથે આવી જશે તો બીજેપી માટે મુશ્કિલો વધી જશે. ૨૦૧૯ માટે થઇ રહેલી તૈયારીઓ વચ્ચે મોદી-શાહની નજર બિહાર અને પશ્ચિમ બંગાળ પર પણ છે. મોદીને હરાવવા માટે કોંગ્રેસલાલુ યાદવ સાથે મિલાવી શકે છે.

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ-ટીએમસી ભેગા મળીને લોકસભા ચુંટણીમાં ઉતારી શકે છે. શક્યતા છે કે લેફ્ટ પણ સાથે આવી જશે. મોદી
વિરુદ્ધ વિપક્ષી એકતાનું બ્યુગલ ફૂંકવાવાળા મમતા બેનર્જી એ દરેક રાજ્યમાં તાકાતવાળી વિપક્ષી પાર્ટીને બીજેપી સાથે લડાવવાનું
સમીકરણ ખુબ પહેલાથીજ આપેલું છે. આસામ માં કોંગ્રેસનો કિલ્લો જીતી લીધા બાદ બીજેપીએ પુર્વોતારમાં પદ પેઅસ્રો કર્યો હતો.
૨૦૧૯માં બીજેપી વિરુદ્ધ કોંગ્રેસના બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફ ચુંટણીના મેદાનમાં ઉતરવાની સંભાવના છે.

ઓરિસ્સામાં પંચાયત ચુંટણીમાં બીજેપીનું ખુબ સારું પ્રદર્શન રહ્યું, જેનાથી નવીન પટનાયકની ઊંઘ પણ હરામ થઇ ગઈ હશે, અને
જેવી રીતે ઓરિસ્સાના નેતાઓ બીજેપી સાથે જોડાઈ રહ્યા છે એને જોઇને લાગે છે કે બીજેપીને રોકવા માટે બીજેડી-કોંગ્રેસ હાથ
મિલાવી શકે છે. બે મહિના પહેલા એનડીએથી અલગ થયેલી ટીડીપી પણ કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચુંટણી લડી શકે છે.
કર્ણાટકમાં બાજી પલટવાથી તમિલનાડુમાં બીજેપી-એઆઇડીએમકે ને રોકવા માટે કોંગ્રેસ અને ડીએમકે સાથે આવી શકે છે. પહેલા
પણ આ બંને પક્ષો સરકારમાં સાથે રહી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી એ પહેલાજ સંકેત આપી દીધા છે કે ૨૦૧૯ની
ચુંટણી સાથે મળીને લડશે, અને દરેક વાત માં બીજેપી પર નિશાન સાધતી શિવસેના લોકસભા ચુંટણીમાં બીજેપીનો ખેલ
બગાડવાનો મૌકો નહિ જ છોડે.

ઝારખંડમાં બીજેપી વિરુદ્ધ કોંગ્રેસ અને જેએમએમ પહેલાથી સાથે આવી ગયા છે. જયારે હરિયાણામાં આઈએનએલડી અને
બીએસપી સાથે છે અને કોંગ્રસ પણ આમાં શામેલ થઇ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં બીજેપી-પીડીપી ગઠબંધનને નેશનલ કોન્ફરન્સ અને
કોંગ્રેસ ટક્કર આપી શકે છે.વિપક્ષે આ રણનીતિના આધારે ૪૨૯ સિટીનો ચક્રવ્યૂહ તૈયાર કર્યો છે.