ગુજરાત/ રાજ્યના ફાજલ શિક્ષકો અંગે શિક્ષણ વિભાગે કર્યો આ મોટો નિર્ણય

ફાજલ શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓને રક્ષણ આપવાનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે. અગાઉની અનેકવિધ જોગવાઇના સ્થાને નવી જોગવાઇ કરી…

Gujarat Others
ફાજલ શિક્ષકો

ગુજરાતમાં ફાજલ શિક્ષકોને સમાવવા માટેના નિયમમાં સુધારો કરી ફાજલ શિક્ષક કે બિનશૈક્ષણિક કર્મચારીઓને રક્ષણ આપવાનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે. અગાઉની અનેકવિધ જોગવાઇના સ્થાને નવી જોગવાઇ કરી રાજ્યમાં ફાજલ રહેતાં તમામ શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓને હવે રક્ષણ આપવામાં આવશે.

આ પણ વાંચો :કોરોના કાળમાં વિદેશ જવાની લ્યાહમાં માતાનું મોટું કારસ્તાન, કર્યું એવું કે તમે વાંચીને..

ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈશ્રણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને રક્ષણ આપવાનો મહત્વનો નિર્ણય ગુજરાતસરકારના શિક્ષણ વિભાગે કર્યો છે. ફાજલ શિક્ષકોને પોતાના સંબંધિત વિભાગ કે વિષયની જગા પર જ સમાવાવની મહત્વની જોગવાઇ અગાઉ હતી તેમાં સુધારા કરી હવે આ પ્રકારના શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓને ખાલી હોય તે વિભાગ અથવા તે વિષય માટે લાયકાત મુજબ સમાવવામાં આવશે. અન્ય કેટલાંક મહત્વના સુધારા પણ કરી ફાજલને વધુ રક્ષણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :અમદાવાદમાં ફરી દેખાયો દીપડો, જાણો કયા વિસ્તારમાં જોવા મળ્યા ફૂટપ્રિન્ટ

ફાજલ શિક્ષક કે કર્મચારીને વધુ રક્ષણ

  • શિક્ષક માટે શૈક્ષણિક સંવર્ગ નહીં હોય તો બિનશૈક્ષણિક સંવર્ગમાં નિયુક્તિ
  • બિનશૈક્ષણિક સંવર્ગમાં પણ મૂળપગાર ધોરણ મુજબ નિયુક્તિ
  • અન્ય જગાએ સમાવ્યા પછી માતૃસંસ્થામાં જગા હોય તો તે સંસ્થામાં નિયુક્તિ
  • બિનશૈક્ષણિક કર્મચારીને પણ મૂળ સંવર્ગમાં જગા નહીં હોય તો અન્ય સંવર્ગમાં સમાવવા
  • જો ફાજલને રિકોલ કરવાનો ઇન્કાર કોઇ સંસ્થા કરશે તો સંસ્થા સામે કાર્યવાહી
  • ફાજલને સમાવવાની કાર્યવાહી 120 દિવસમાં સંપન્ન કરવી
  • રાજ્યમાં કોઇ જગા ખાલી નહીં હોય તો પગાર ભથ્થા કે અન્ય સેવાલાભ મળશે નહીં
  • જો કે ખાલી પડનારી જગા પર સમાવાય ત્યારે ફાજલ સમય બાદ કરી અગાઉની નોકરીનો સમય જોડાણ કરી આપવાનો રહેશે
  • ફાજલ શિક્ષક કે કર્મચારીને સમાવવાની અંતિમ જવાબદારી જિલ્લાશિક્ષણાધિકારીની રહેશે.

 એકંદરે લાંબા સમયથી રાજ્યમાં અનેક શિક્ષકો ફાજલ પડ્યાં છે.દરમિયાન તેઓને સમાવવાની લાંબા સમયની રજૂઆત બાદ હવે તેમાં સુધારા થતાં ફાજલ શિક્ષક કે કર્મચારીઓના હિતમાં આ નિર્ણય લાભદાયી પુરવાર થશે.

આ પણ વાંચો :  રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 17 કેસ નોંધાયા

આ પણ વાંચો : શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પડાયું નવું શૈક્ષણિક સત્ર ૬ જૂન ૨૦૨૨ થી થશે શરૂ થશે

આ પણ વાંચો :રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે 15 મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો