Not Set/ 3 વર્ષથી પેન્શન માટે રઝળે છે ખુદ આ “મૃતદેહ” !!! જાણો શું છે આખો મામલો

છેલ્લા ત્રણ વર્ષથી, ઉત્તરપ્રદેશનાં કાનુપરમાં એક ‘મૃતદેહ’ (જીવીત વ્યક્તિ) વૃદ્ધાશ્રમ પેન્શન માટે અધિકારીઓનાં ચક્કર લગાવે છે. આ મામલાની ઉચ્ચ અધિકારીઓની જાણ થતાં સમાજ કલ્યાણ વિભાગે તેની ભૂલ સુધારવાની શરૂઆત કરી છે. જો કે, અધિકારીઓ પણ આમાં ગેમ રમી રહ્યા છે. જૂની તારીખથી પેન્શન આપવાની જગ્યાએ, તે ઓ પીડિતાને નવી અરજી કરવાની સલાહ આપી રહ્યા છે. […]

Top Stories India
DEATH BOADY 3 વર્ષથી પેન્શન માટે રઝળે છે ખુદ આ "મૃતદેહ" !!! જાણો શું છે આખો મામલો
છેલ્લા ત્રણ વર્ષથી, ઉત્તરપ્રદેશનાં કાનુપરમાં એક ‘મૃતદેહ’ (જીવીત વ્યક્તિ) વૃદ્ધાશ્રમ પેન્શન માટે અધિકારીઓનાં ચક્કર લગાવે છે. આ મામલાની ઉચ્ચ અધિકારીઓની જાણ થતાં સમાજ કલ્યાણ વિભાગે તેની ભૂલ સુધારવાની શરૂઆત કરી છે. જો કે, અધિકારીઓ પણ આમાં ગેમ રમી રહ્યા છે. જૂની તારીખથી પેન્શન આપવાની જગ્યાએ, તે ઓ પીડિતાને નવી અરજી કરવાની સલાહ આપી રહ્યા છે.
hartmann threw dead body on the bridge killing young man 1564749142 3 વર્ષથી પેન્શન માટે રઝળે છે ખુદ આ "મૃતદેહ" !!! જાણો શું છે આખો મામલો

કલ્યાણપુર બ્લોકના વૈકુંઠપુર ગામનો સોહન લાલ (70) સોમવારે બપોરે ભત્રીજા હરીશંકર અને પૌત્ર વિનોદ સાથે અધિકારીને તેમના બચવાના પુરાવા આપવા સમાજ કલ્યાણ વિભાગ પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે 2013 માં તેમણે વૃદ્ધાશ્રમ પેન્શન માટે અરજી કરી હતી.ઓગસ્ટ 2016 સુધીમાં, માસિક પેન્શન 300 રૂપિયા હતું. આ પછી પેન્શન બંધ થઈ ગયું. જ્યારે અમને તેના વિશે ખબર પડી ત્યારે વિભાગે કહ્યું કે 9 ઓગસ્ટ, 2016 ના રોજ, બ્લોક વિકાસ અધિકારીએ એક અહેવાલ આપ્યો હતો. તે અહેવાલમાં લખ્યું છે કે સોહન લાલનું મૃત્યુ થઇ ગયું છે. આ આધારે પેન્શન બંધ કરવામાં આવ્યું હતું.

સોહન લાલનાં ભત્રીજા હરીશંકરે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી અધિકારીઓ કાકા સોહન લાલનાં જીવીત હોવાનાં પુરાવા માંગી રહ્યા છે. અને પેન્શન બંધ કરી દીધું છે. સોહન લાલ ખુદ અહીં હોવા છતાં, હજી પેન્શન શરૂ થયું નથી. ભત્રીજાએ આરોપ લગાવ્યો છે કે વિભાગીય ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી અને વિભાગીય કર્મચારીઓએ કેસ દબાવવાનું શરૂ કર્યું હતું. કર્મચારીઓ કહે છે જૂનાં પેન્શનને ભૂલી જાઓ. જો તમને પેન્શન જોઈએ છે, તો તાજી નવી અરજી કરો. જૂની કેસ ફાઇલ લખનઉ જશે. આવાતો કેટલાય કેસો પેન્ડિંગ પડ્યા છે.

DEATH BOADY.jpg1 3 વર્ષથી પેન્શન માટે રઝળે છે ખુદ આ "મૃતદેહ" !!! જાણો શું છે આખો મામલો

આ મામલે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને પ્રશ્ન પુછવામાં આવતા, સમાજ કલ્યાણ અધિકારી અમરજીતસિંહે જણાવ્યું હતું કે આ મામલો સામે આવતા તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે, આ કેસને ધ્યાને રાખી આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો સોહન લાલા જીવીત હશે અને સત્ય સામે આવશે તો વૃદ્ધનું પેન્શન શરૂ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.