Not Set/ ગુજરાતના આ ઉદ્યોગપતિએ પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે, આજે…

ગુજરાતી જીવ હોય અને વેપારની સૂઝબુઝ ન હોય એ તો કેવી રીતે બને. આજે આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિત્વની. જેઓ નખશિખ ગુજરાતી તો છે જ સાથે જ એક ઉમદા ઉદ્યોગપતિ અને એક ઉત્તમ માણસ પણ છે.

Mantavya Vishesh
a 298 ગુજરાતના આ ઉદ્યોગપતિએ પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે, આજે...

ગુજરાતી જીવ હોય અને વેપારની સૂઝબુઝ ન હોય એ તો કેવી રીતે બને. આજે આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિત્વની. જેઓ નખશિખ ગુજરાતી તો છે જ સાથે જ એક ઉમદા ઉદ્યોગપતિ અને એક ઉત્તમ માણસ પણ છે. દુરંદેશી તેમના સ્વભાવમાં છે. લિડીંગ ફ્રોમ ધ ફ્રન્ટ એ આજના સમયમાં વધુ ચર્ચામાં આવેલી રણનીતિ છે. પણ આ વ્યક્તિત્વ તો પોતાના કાર્યક્ષેત્રમાં પહેલાંથી જ એ કરવામાં માને છે. તેઓ હંમેશા નેતૃત્વ આપીને જીતી બતાવીને કામ કરતા શિખવે છે. નિર્ણયાત્મકતા પણ તેમનો ગુણ છે. જી હા આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ઉદ્યોગ જગતનું ખુબ જ જાણીતું નામ એવા ઉદ્યોગપતિ વ્યક્તિ વિશેષ સુધીર મહેતાની

સુધીર મહેતા, એક એવું નામ જે ભારતીય ઉદ્યોગ જગતનું જાણીતું નામ છે. ગુજરાતી ઉદ્યોગ જગતમાં તો તેઓ શિરમોર છે. સુધીર મહેતા એક ઉદ્યોગપતિની સાથે એક ઉમદા વ્યક્તિત્વ પણ છે. પિતા યુ.એન.મહેતાના સિદ્ધાંતોના સથવારે તેમણે ગુજરાતના ઉદ્યોગજગતમાં ઊંચું નામ બનાવ્યું છે.

સુધીર મહેતાએ વર્ષ 1998માં ટોરેન્ટ ગૃપનું સુકાન સંભાળ્યું. એ પછી બે દાયકાથી વધુ સમય વિતી ચૂક્યો છે. હાલમાં તેઓ ચેરમેનની માનદ ભૂમિકા ભજવી રહ્યાં છે પણ તેમણે બે દાયકામાં જ ટોરેન્ટ ગૃપને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગૃપ બનાવી દીધું.

દેશનું આઝાદી પછીના સમયનું એક સ્ટાર્ટઅપ જે આગળ જતાં 21 હજાર કરોડની દેશની નામાંકિત બ્રાન્ડ બનવાની હતી. ટોરેન્ટના સ્થાપક યુ.એન.મહેતાના પુત્ર સુધીર મહેતાએ ટોરેન્ટ ફાર્માની જેમ જ ટોરેન્ટ પાવરને પણ એવી તો ગતિ આપી કે આજે ટોરેન્ટ પાવર પણ દેશની ઉર્જા ક્ષેત્રે એક પ્રતિષ્ઠિત કંપની બની ચૂકી છે. સુધીર મહેતા એક ઉદ્યોગપતિ તરીકે જેમ નામના મેળવતા ગયા એમ એમ દાનની સરવાણીમાં ક્યાંય પાછળ ન રહ્યાં.

સુધીર મહેતાના વર્ષોના પરિશ્રમથી ટોરેન્ટ ગ્રૃપની તિજોરી એવી તો છલકાઈ છે કે ફોર્બ્સથી માંડીને હુરુન રિચલિસ્ટમાં પણ તેમનો સમાવેશ થયો છે. સાથે જ મહેતા બ્રધર્સનો દેશના ટોચના દાનવીરમાં પણ સમાવેશ થયો છે. સુધીર મહેતાના બંને સંતાનો જીનલ અને વરુણમાં પણ પિતાનો ઔદ્યોગિક વારસો આગળ ધપાવવાનો ઉત્સાહ છે. બંને ભાઈ પિતાના જ વ્યવસાયમાં સક્રિય રીતે જોડાઈ ચૂક્યાં છે.

ગુજરાતનું ઔદ્યોગિક ક્ષેત્રે નામ ઊંચુ કરનારા સુધીર મહેતા એક ઉમદા ગુજરાતી છે. કરોડોનો વ્યવસાય સંભાળવા છતાં તેઓ નીચલા વર્ગનું ધ્યાન રાખે છે. સમાજને પરત આપવામાં માને છે. દેશમાં એવા સેંકડો અબજોપતિ છે જેઓ પોતાની ધનસંપદા વહેંચે તો ક્યારેય ખાલી ન થાય છતાં પણ એ બધામાં સુધીર મહેતા દેશના ટોપ-10 દાનવીરમાંથી એક છે તેના પરથી તેમના સમાજના જરૂરિયાતમંદ વર્ગના ઉત્થાન માટેની મહેનતનો અંદાજો લગાવી શકાય છે. આવા ઉદ્યોગપતિઓ ગુજરાતની ધરતી વધુ ગૌરવાન્વિત કરે છે તેમાં કોઈ શંકા નથી.

આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR

આ પણ વાંચો : રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો : મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…