ડિસ્કાઉન્ટ/ તમે કોરોના વેક્સિન લીધી છે તો આ કંપની તમને હવાઇ મુસાફરી માટે આપશે 10 ટકા ડિસ્કાઉન્ટ

આ યોજના પ્રથમ ડોઝ લીધા  પછી જ લાગુ થશે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે, રસીકરણની વિગતો ટિકિટ બુક કરતી વખતે આપવી પડશે

Top Stories
વિમાન તમે કોરોના વેક્સિન લીધી છે તો આ કંપની તમને હવાઇ મુસાફરી માટે આપશે 10 ટકા ડિસ્કાઉન્ટ

જો તમે વિમાનથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તમારા માટે સારા સમાચાર છે  જો તમે કોરોના રસી લીધી છે તો તમને વિમાન મુસાફરીમાં ફાયદો થશે.. વિમાન મુસાફરી માટે કોરોના રસી મેળવનારા લોકોને એરલાઇન ઇન્ડિગો ભાડામાં 10 ટકાની છૂટ આપશે. આ યોજના પ્રથમ ડોઝ લીધા  પછી જ લાગુ થશે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે, રસીકરણની વિગતો ટિકિટ બુક કરતી વખતે આપવી પડશે. બોર્ડિંગ પાસ લેતી વખતે ટિકિટની સાથે પ્રમાણપત્ર બતાવવું પડશે.

કોરોના રસીકરણ અંગે હાલ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે તમામ માધ્યમ દ્વારા જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. ગામડામાં પણ અધિકારીઓ સહિત સામાજિક સંસ્થાઓ પણ વેક્સિનેશન માટે પુરજોશમાં અભિયાન ચલાવી રહ્યા છે.

કેટલાક લોકો હજીપણ કોરોનાને ગંભીર લેતા નથી અને રસી લેવામાં આનાકાની કરી રહ્યા છે. એરલાઇન કંપની ઈન્ડિગોએ પણ રસી લીધી હોય તેવા 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગ્રાહકો માટે એર ટિકિટ પર 10 ટકાની છૂટની જાહેરાત કરી છે, આ રસીકરણ અભિયાનમાં તે પણ સહભાગી બની છે.. ગોરખપુરથી આઠ ઈન્ડિગો ફ્લાઇટ્સ દરરોજ કોલકાતા, પ્રયાગરાજ, મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદની ઉડાન ભરે છે.