Not Set/ 13 કરોડનું બારદાન સળગાવવા મામલે થયો આ ખુલાસો

રાજકોટ, શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં રૂ.૧૩ કરોડનાં બારદાન સળગાવી દેવાની ચકચારી ઘટનામાં લાંચ લીધા અને લાંચ દીધાની એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. કલકત્તાના બે વેપારીઓએ ગુજકોટનાં જનરલ મેનેજરને રૂ.૩૧ લાખની લાંચ દીધાની જયારે આગ લાગ્યા બાદ વીમો પકવવા વીમા કંપનીના દિલ્હી સ્થિત અધિકારીને રૂ.૫૦ લાખની લાંચ આપ્યાની વિગતો બહાર આવતા સનસનાટી […]

Top Stories Rajkot
01 13 કરોડનું બારદાન સળગાવવા મામલે થયો આ ખુલાસો

રાજકોટ,

શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં રૂ.૧૩ કરોડનાં બારદાન સળગાવી દેવાની ચકચારી ઘટનામાં લાંચ લીધા અને લાંચ દીધાની એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. કલકત્તાના બે વેપારીઓએ ગુજકોટનાં જનરલ મેનેજરને રૂ.૩૧ લાખની લાંચ દીધાની જયારે આગ લાગ્યા બાદ વીમો પકવવા વીમા કંપનીના દિલ્હી સ્થિત અધિકારીને રૂ.૫૦ લાખની લાંચ આપ્યાની વિગતો બહાર આવતા સનસનાટી મચી ગઈ છે.

માર્કેટીંગ યાર્ડમાં આગ લાગ્યા પૂર્વે જ બારદાનનો કેટલોક જથ્થો બારોબાર વેંચી નાખ્યાના કેસની તપાસ દરમિયાન બારદાનને સળગાવી નાખવાની વિગતો પ્રકાશમાં આવતા પોલીસે સુત્રધાર મગન ઝાલાવડીયા સહિતનાં શખ્સો સામે ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચે મગન ઝાલાવડીયાનો ટ્રાન્સફર વોરંટનો કબજો મેળવી રિમાન્ડ પર લીધો હતો.

જે દરમિયાન તેણે ગુજરાતનાં ગુજકોટનાં જનરલ મેનેજર મનોજ ચત્રભુજ બ્રહ્મભટ્ટ બારદાન ખરીદીમાં રૂ.૩૧ લાખ કટકટાવ્યાની વિગતો બહાર આવતા તેની ધરપકડ કરી કરાયેલી પુછપરછમાં કલકત્તાના કે.એલ.જયુટવાળા, અભિષેક નાયર તથા વીર જયુટ વાળા રીશી જાલનને રૂ.૩૧ લાખની લાંચ લીધાની આપેલી કબુલાતના આધારે કલકત્તાના બન્ને વેપારીની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

જયારે રૂ.૩૧ કરોડના બારદાન સળગાવી નાખ્યા બાદ વીમો પકવવા કરાયેલી દોડધામ દરમિયાન વીમા કંપનીએ વીમો નામંજૂર કરતા મનોજ ચત્રભુજે વીમા કંપનીના દિલ્હી સ્થિત વીમા કંપનીના અધિકારી મહેશ કે.તિલ્લીને રૂ.૫૦ લાખની લાંચ આપ્યાનું કબુલાત આપી હતી. જે દરમિયાન બારદાનમાં આગ લગાડી સળગાવી નાખ્યાની ઘટના સામે આવતા અને પોલીસ તપાસનો દૌર છેક દિલ્હી સુધી પહોંચી મહેશ તિલ્લીને દિલ્હીથી ઉપાડવા જતા તે બેહોશ બની જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.