Not Set/ આ ચૂંટણી કોંગ્રેસ-ભાજપ વચ્ચે નથી પણ ગુજરાત અને અહીંના લોકોના ભવિષ્ય અંગે છે : રાહુલ ગાંધી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે નોમિનેશન ભર્યા બાદ રાહુલ ગાંધી આજથી ગુજરાતની મુલાકાતે છે. મિશન ગુજરાત પર આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષે મંગળવારે કચ્છ ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પણ નિશાન સાધતા જણાવ્યું, “હું મોદીજીના ભાષણ સાંભળી રહ્યો છું, તેમની […]

Top Stories
આ ચૂંટણી કોંગ્રેસ-ભાજપ વચ્ચે નથી પણ ગુજરાત અને અહીંના લોકોના ભવિષ્ય અંગે છે : રાહુલ ગાંધી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે નોમિનેશન ભર્યા બાદ રાહુલ ગાંધી આજથી ગુજરાતની મુલાકાતે છે. મિશન ગુજરાત પર આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષે મંગળવારે કચ્છ ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પણ નિશાન સાધતા જણાવ્યું, “હું મોદીજીના ભાષણ સાંભળી રહ્યો છું, તેમની ભાષણમાં 60 ટકા ભાગ મારા અને કોંગ્રેસ ઉપર જ રહે છે. આ ચૂંટણી કોંગ્રેસ અથવા બીજેપી વિશે નથી, પરંતુ ગુજરાત અને અહીંના લોકોના ભવિષ્ય અંગે છે”.

તેઓના ગુજરાતી હોવાના દાવા અંગે જણાવતા કહ્યું, તેમની બહેન (પ્રિયંકા ગાંધી) તેમના ઘરે આવ્યા હતા, મારા બહેને કહ્યું કે તમારા કિચનમાં બધા ગુજરાતીઓ જ છે. ખાખરા ગુજરાતી, આચાર ગુજરાતી, મગફળી ગુજરાતી, તમે લોકોએ મારી આદટ બગાડી છે અને મારું વજન વધાર્યું છે.