Not Set/ આ રીતે બને છે નદીની વચ્ચે પુલ !

સ્વાભાવિક વાત છે કે નદીની વચ્ચો વચ પુલ બનાવવો સરળ કામ નથી હોતું, કઈ ટેક્નિક છે જેની મદદથી નદીમાં પુલ તૈયાર કરવામાં આવે છે.

Trending Tech & Auto
2 1 22 આ રીતે બને છે નદીની વચ્ચે પુલ !

ફિલ્મ હોય કે અસલ જીવન, નદીમાં વચ્ચો વચ બનેલા પુલો બધાએ જોયા છે, અને કદાચ બધાના મનમાં તેની સાથે જોડાયેલો એક સવાલ જરૂર આવ્યો હશે. સવાલ એ છે કે છેવટે વહેતી નદીની વચ્ચે પુલ બને છે કેવી રીતે? સ્વાભાવિક વાત છે કે નદીની વચ્ચો વચ પુલ બનાવવો સરળ કામ નથી હોતું.  કઈ ટેક્નિક છે જેની મદદથી નદીમાં પુલ તૈયાર કરવામાં આવે છે.

 નદી પર ઘણા પ્રકારના પુલ બનાવવામાં આવે છે. જેવા કે બીમ અને સસ્પેન્સન બ્રિજ ટાઈપ. પુલ બનાવતા પહેલા નદી વિષે ઘણું રિસર્ચ કરવામાં આવે છે. જેમ કે, નદીમાં પાણી કેટલું ઊંડું છે. પુલ કેટલો ભાર સહન કરી શકે છે. નદીની નીચે રહેલી માટી કેવા પ્રકારની છે વગેરે વગેરે.

એક રિપોર્ટ અનુસાર, પુલનો પ્લાન તૈયાર થયા પછી નદીમાં તેનો પાયો નાખવામાં આવે છે, જેને કોફરડેમ  કહે છે. કોફરડેમ થોડે અંશે ડ્રમ જેવા હોય છે, જેને ક્રેન દ્વારા નદીમાં લગાવવામાં આવે છે. તે ઘણા મજબૂત હોય છે, તેની આસપાસ પાણી વહે છે, પણ તેની અંદર નથી જતું. જો નદીનું પાણી વધારે ઊંડું હોય, તો પછી પુલ બનાવવા માટે કોફરડેમનો ઉપયોગ નહિ થાય. વધારે ઊંડું પાણી હોવા પર એન્જીનીયર રિસર્ચ કરીને તેના પર કામ કરે છે.

નદીમાં પુલ બનાવવા માટે બ્લોક્સ બનાવવામાં આવે છે, જે બીજી સાઇટ્સ પર તૈયાર થાય છે. પછી તે બ્લોક્સને નદીમાં બનાવવામાં આવેલા પિલ્લરની વચ્ચે લગાવવામાં આવે છે. ઘણા પુલો એવા પણ હોય છે, જે પિલર વગર બને છે, પણ તેમના નિર્માણની પ્રોસેસ અલગ હોય છે.