રેસીપી/ આ રીતે ફટાફટ બનાવો કોબીઝના વડા, બાળકો પણ ખાશે મજાથી..

રોજ રોજ બાળકો માટે શુ નાસ્તો બનાવીએ તેની મુંઝવણમાં દરેક માતા હોયો છે, બાળકોને પણ ભાવે અને સાંજની ચાની ચુસ્કી મજાની બનાવે તે માટે ગરમાગરમ બનાવો કોબીઝના ચટપટા વડા

Food Lifestyle
cobi આ રીતે ફટાફટ બનાવો કોબીઝના વડા, બાળકો પણ ખાશે મજાથી..

રોજ રોજ બાળકો માટે શુ નાસ્તો બનાવીએ તેની મુંઝવણમાં દરેક માતા હોયો છે.  બાળકોને પણ ભાવે અને સાંજની ચાની ચુસ્કી મજાની બનાવે તે માટે ગરમાગરમ બનાવો કોબીઝના ચટપટા વડા.

તૈયારીનો સમય: ૧૫ મિનિટ

પલાળવાનો સમય:  આગલી રાત્રે

 બનાવવાનો સમય: ૩૦ મિનિટ

સામગ્રીઃ એક કપ ચણાની દાળ, 6 લીલી મરચા, મોટા સમારેલા, એક કપ ઝીણી સમારેલી કોબી, 1/2 કપ ઝીણા સમારેલા ગાજર, 1/2 કપ ઝીણા સમારેલી ડુંગળી, ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર, 1/4 કપ ચણાનો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ,

રીતઃ ચણાની દાળને આગલી રાત્રે પલાળી રાખો અને બીજા દીવસે દાળને નીતારીને તેમાંથી ૧/૨ કપ દાળ બાજુ પર રાખો. હવે બાકી રહેલી ૧/૨ કપ ચણાની દાળ સાથે લીલા મરચાં મેળવી મિક્સરમાં ફેરવી અર્ધકચરૂ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બાકી રહેલી વસ્તુઓ (બાકી રહેલી ચણાની દાળ પણ) મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના વ્યાસના ચપટા ગોળ વડા તૈયાર કરો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ૩ થી ૪ વડા એક સાથે એવી રીતે તળી લો કે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો. લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો.