Recipe/ બાળકો માટે આ રીતે બનાવો સ્વાદિષ્ટ-પૌષ્ટિક બર્ગર અને રશિયન સેંડવીચ

ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા

Food Lifestyle
burger બાળકો માટે આ રીતે બનાવો સ્વાદિષ્ટ-પૌષ્ટિક બર્ગર અને રશિયન સેંડવીચ

ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા

Recipe: 1  

બર્ગર બનાવવા માટેની સામગ્રી :

4 બન બર્ગર
માખણ
2 કોબીજના પાન
કાકડી અને ડુંગળીની સ્લાઈસ
4 બાફેલાં બટેટાં
1 વાટકી બાફેલાં લીલાં વટાણા
1 મોટો ચમચો બાફેલી ફણસી
1 મોટો ચમચો બાફેલાં ગાજર
મીઠું સ્વાદાનુસાર
1 ચમચી લાલ મરચાંનો પાઉડર
1 ચમચી ગરમ મસાલો
2 સ્લાઈસ બ્રેડ
તેલ

બર્ગર બનાવવા માટેની રીત :

બાફેલાં બટેટાંને મસળી લો. તેમાં બીજાં બાફેલાં શાક, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને બ્રેડની સ્લાઈસને પાણીમાં ભીંજવી-નીચોવીને તેનો ભુક્કો કરી નાખી દો. આ બધું સારી રીતે મિક્સ કરી તેને પેંડે જેવો આકાર આપો.

તવી પર તેલ મુકી તેને સોનેરી થાય ત્યાં સુધી શેકો. બન્ને બર્ગરને વચ્ચેથી કાપો. તેમાં માખણ લગાવો. એક ભાગ પર સલાડનું પાન મુકી તેની ઉપર બટેટાની શેકેલી કટલેટ મુકી દો. ત્યાર બાદ તેની ઉપર કાકડી અને કાંદાની સ્લાઈસ મુકી બનનો બીજો ભાગ ઢાંકી દો. ટૂથપીક લગાવી ધીમા તાપે તવી પર ગરમ કરી ટામેટાંના સોસ સાથે પીરસો.

Recipe: 2  

રશિયન સેંડવીચ બનાવવા માટેની સામગ્રી :

6 સ્લાઈસ બ્રેડ
1 મોટો ચમચો ઝીણી સમારેલી કોબીજ
1 ચમચો ખમણેલું ગાજર
1 ચમચો બાફેલાં લીલા વટાણા
1 બટેટું બાફીને છુંદેલું
4 ચમચા તાજી મલાઈ
1 ચમચી માખણ
1 ચમચી પીસેલી રાઈ
મીઠું સ્વાદાનુસાર
1 ચપટી કાળી મરી પાવડર
1 ચમચી દળેલી ખાંડ

રશિયન સેંડવીચ બનાવવા માટેની રીત: રાઈમાં થોડાં ટીપાં પાણી નાખી પાંચ મિનિટ પલાળી રાખો. માખણમાં આ રાઈ, સાકરનું બૂરું, મરી નાખીને સારી રીતે ફેંટો જેથી સઘળું મિશ્રણ એકરસ થઈ જાય. બધી બ્રેડ સ્લાઈસ પર આ મિશ્રણ લગાવો. મલાઈમાં ગાજર, કોબી, વટાણા, બટેટું અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. ત્રણ બ્રેેડ સ્લાઈસ પર આ મિશ્રણ લગાવો. તેની ઉપર બાકીની ત્રણ સ્લાઈસ બ્રેડ ઢાંકીને સેંડવીચને ત્રાંસા ટુકડામાં કાપો. સ્વાદિષ્ટ – પૌષ્ટિક સેંડવીચ તૈયાર.

આ પણ વાંચો- ઘરમાં ક્વોરન્ટાઈન થાવ ત્યારે આટલી ચીજો અવશ્ય સાથે રાખશો