Business/ જો તમે આધારકાર્ડમાં આપેલો મોબાઇલ નંબર ભૂલી ગયા છો તો આ રીતે જાણી શકો છો

આજકાલ ઘણી સુવિધાઓ માટે આધાર કાર્ડ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. દેશમાં ઘણી સરકારી યોજનાઓની સુવિધા મેળવવા અને આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટે, તમારી પાસે આધાર હોવો જરુરી છે, જે તમારા મોબાઇલ નંબર સાથે લિંક થવો જોઈએ. આનું કારણ એ છે કે જ્યારે પણ તમે તમારા આધાર નંબરની મદદથી કંઇક કામ કરવા માંગતા […]

Business
aadhar જો તમે આધારકાર્ડમાં આપેલો મોબાઇલ નંબર ભૂલી ગયા છો તો આ રીતે જાણી શકો છો

આજકાલ ઘણી સુવિધાઓ માટે આધાર કાર્ડ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. દેશમાં ઘણી સરકારી યોજનાઓની સુવિધા મેળવવા અને આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટે, તમારી પાસે આધાર હોવો જરુરી છે, જે તમારા મોબાઇલ નંબર સાથે લિંક થવો જોઈએ. આનું કારણ એ છે કે જ્યારે પણ તમે તમારા આધાર નંબરની મદદથી કંઇક કામ કરવા માંગતા હોય તો તેના વેરિફિકેશન માટે ઓટીપી આવે છે. તે તમારા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી પર આવે છે.

જો તમારો મોબાઇલ નંબર બદલાયો છે, તો પછી આધારને વેલિડ કરવા માટેનો ઓટીપી તમારા જૂના નંબર પર આવશે. આવી સ્થિતિમાં, જો તમે OTP વેરિફિકેશન સાથે કોઈ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગતા હોય તો તમે તે નહીં કરી શકો, કારણ કે આધાર એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે પણ મોબાઇલ નંબર આધાર સાથે લિંક કરવો ફરજિયાત છે.

Image result for aadhar card mobilenumber

જો તમે જુની કાર ખરીદો છો કે એક્સચેન્જ કરો છો તો આવી રીતે ડિએક્ટીવેટ કરો FASTag, નહીંતર કપાતા રહેશે પૈસા

આધારમાં નવો નંબર કેવી રીતે અપડેટ કરવો
>> પહેલા આધાર નોંધણી કેન્દ્ર પર જાઓ.
>> ફોન નંબરને લિંક કરવા માટે એક ફોર્મ લો. તેને આધાર સુધારણા ફોર્મ કહેવામાં આવે છે.
>> આમા તમારી સાચી માહિતીથી ભરો.
>> ભરાયેલ ફોર્મ અધિકારીને 25 રૂપિયાની ફી સાથે સબમિટ કરો.
>> ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક સ્લીપ આપવામાં આવશે. આમા અપડેટ રિકવેસ્ટ નંબર સામેલ હશે.
>> આ નંબર સાથે તમે ચકાસી શકો છો કે નવો ફોન નંબર તમારા આધાર સાથે જોડાયેલ છે કે નહીં.
>> તમારો આધાર ત્રણ મહિનામાં નવા મોબાઇલ નંબર સાથે લિંક થઈ જશે.
>> જ્યારે તમારો આધાર નવા મોબાઇલ નંબર સાથે લિંક થશે, ત્યારે તમારા નંબર પર ઓટીપી આવશે.
>> તમે તે ઓટીપીનો ઉપયોગ કરીને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
>> તમે UIDAIના ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને પણ નવા મોબાઇલ નંબરને લિંક કરવાની સ્થિતિ જાણી શકો છો.

યુઆઇડીએઆઇએ પીવીસી કાર્ડ સાથે આધારકાર્ડ લોન્ચ કર્યું છે. કોઈપણ આધારકાર્ડ ધારક તેને 50 રૂપિયામાં બનાવી શકે છે. આ માટે, પહેલા યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ (https://uidai.gov.in) પર જાઓ. પછી માય આધાર વિભાગમાં આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો. તમે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરશો, તમારે 12-આંકડાનો આધાર નંબર અથવા 16-આંકડાનું વર્ચુઅલ આઈડી અથવા 28-આંકડાનું ઇઆઇડી દાખલ કરવો પડશે, આ ત્રણમાંથી એકને દાખલ કરવો પડશે.