Success Story/ સફળતા: 20 વર્ષની ઉંમરે મસાલા વેચ્યા, માલાબાર ગોલ્ડ કંપનીના સ્થાપકની ગોલ્ડન કહાની

જ્યારે મસાલાનો વ્યવસાય ચાલ્યો નહી તે પછી તેમણે માર્કેટ રિસર્ચ કરવાનું શરૂ કર્યું, દરમિયાન તેમનું જન્મસ્થળ માલાબારમાં રિસર્ચ કરતી વખતે જોયું કે લોકો રોકાણ અને તહેવારોના પ્રસંગો પર…….

Business
Beginners guide to 2024 03 18T182935.212 સફળતા: 20 વર્ષની ઉંમરે મસાલા વેચ્યા, માલાબાર ગોલ્ડ કંપનીના સ્થાપકની ગોલ્ડન કહાની

Success Story: દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા માંગે છે પરંતુ નિષ્ફળતા પ્રાપ્ત કર્યા બાદ મોટાભાગના લોકો નિરાશ થઈ જાય છે. એવા બહુ ઓછા લોકો હોય છે જેઓ તેમની નિષ્ફળતાઓમાંથી કંઈક શીખે છે અને હાર માનતા નથી. તેમજ જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરતા હોય છે. માલાબાર ગોલ્ડ કંપનીના સ્થાપક એમ.પી. અહેમદે પણ કંઈક આવું જ કર્યું છે. 1979માં તેમણે 20 વર્ષની ઉંમરે મસાલાનો વ્યવસાય શરૂ કર્યો હતો. કેરળના કોઝિકોડમાં કાળા મરી, ધાણા અને નાળિયેરનો બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ તેમણે થોડા દિવસો સુધી આ વ્યવસાય ચલાવ્યા બાદ સમજાયું કે આ વ્યવસાય આગળ ચાલવાનો નથી. આ બાદ તેમણે આ વ્યવસાય બંધ કરી દીધો અને માર્કેટ રિસર્ચ કરવાનું શરૂ કરી દીધું. આજે એમ.પી. અહેમદ 27  હજાર કરોડ રૂપિયાની કંપનીના માલિક છે.

M.P Ahammed | Malabar Group | Malabar Gold and Diamonds

વ્યવસાય માટે સંપત્તિ વેચી

જ્યારે મસાલાનો વ્યવસાય ચાલ્યો નહી તે પછી તેમણે માર્કેટ રિસર્ચ કરવાનું શરૂ કર્યું, દરમિયાન તેમનું જન્મસ્થળ માલાબારમાં રિસર્ચ કરતી વખતે જોયું કે લોકો રોકાણ અને તહેવારોના પ્રસંગો પર સોના પર સૌથી વધુ વિશ્વાસ રાખે છે. અહીંથી જ અહેમદને જ્વેલરી બિઝનેસનો વિચાર આવ્યો. તે સમયે ઝવેરાતનો વ્યવસાય કરવા મૂડી ન હતી. પૈસા એકઠા કરવા માટે તેમણે પોતાની સંપત્તિ વેચીને 50 લાખ રૂપિયા ભેગા કરીને વ્યવસાય શરૂ કર્યો. એમ.પી. અહેમદે 1993માં કોઝિકોડમાં તેમની પ્રથમ 400 ચોરસ ફૂટની દુકાન શરૂ કરી હતી. અહીંથી માલાબાર ગોલ્ડ અને હીરાની ઉત્પત્તિ થઈ હતી.

આ રીતે સફળતા મળી

આ વ્યવસાયમાં એમ.પી અહેમદનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને યોગ્ય કિંમતે ગુણવત્તાયુક્ત માલ પ્રદાન કરવાનો હતો. તેના દ્વારા તેમને લાભ પણ મળ્યો. ધીમે ધીમે વ્યવસાયમાં પ્રગતિના માર્ગ દેખાવા લાગ્યા, સાથે જ તે સોનાની લગડીઓ ખરીદતા અને પોતે ઘરેણાં બનાવીને વેચતા હતા. અહેમદે પોતાના કારીગરો પાસે જાતે જ જ્વેલરી બનાવવાનું નક્કી કર્યું હતું. ડિઝાઇન અને કલેક્શને ગ્રાહકોને આકર્ષ્યા અને સ્ટોર શરૂ કર્યો. આ બાદ તેમણે તિરુર અને થેલિચેરીમાં વધુ બે સ્ટોર ખોલ્યા.

કોઝિકોડમાં પણ તેણે જૂનો સ્ટોર બંધ કરીને વર્ષ 2015માં 4 હજાર ચોરસ ફૂટનો નવો સ્ટોર ખોલ્યો હતો. ગુણવત્તા જાળવવા માટે, તેઓએ 1999 માં બી.આઈ.એસ હોલમાર્કવાળી જ્વેલરી વેચવાનું શરૂ કર્યું. તેનાથી લોકોનો આત્મવિશ્વાસ વધ્યો અને તેમનો વ્યવસાય સફળતાની સીઢી ચઢવા લાગ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુતિનનો 87.8 ટકા મત સાથે પ્રચંડ વિજય, સળંગ પાંચમી ટર્મ શાસન કરી સ્ટાલિનનો રેકોર્ડ કોડશે

આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની