Not Set/ વૈશ્વિક શેરબજારોના ઘટાડા અને કોરોનાના વધતા કેસોથી શેરબજારમાં 871 પોઇન્ટનો કડાકો, સેન્સેક્સ 50 હજારની નીચે બંધ

વૈશ્વિક શેરબજારોના ઘટાડા અને કોરોનાના વધતા કેસોથી માર્કેટ પર વેચવાલીનું પ્રેશર સજાર્યું હતું

Business
Share Market of India વૈશ્વિક શેરબજારોના ઘટાડા અને કોરોનાના વધતા કેસોથી શેરબજારમાં 871 પોઇન્ટનો કડાકો, સેન્સેક્સ 50 હજારની નીચે બંધ

સપ્તાહના ત્રીજા સેશનમાં ભારતીય શેરબજારમાં મોટા કડાકા નોંધાયા છે. વૈશ્વિક શેરબજારોના ઘટાડા અને કોરોનાના વધતા કેસોથી માર્કેટ પર વેચવાલીનું પ્રેશર સજાર્યું હતું. સેન્સેક્સ 871 પોઇન્ટ ઘટી 49,180.31 પર બંધ રહ્યો હતો. બીએસઇના 30માંથી 28 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. જેમાં M&M નો શેર 4% ઘટ્યો. મંગળવારે સેન્સેક્સ 50,051 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 265 અંકના ઘટાડા સાથે 14,549.40 પર બંધ રહ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સના 50માંથી 47 શેર ઘટાડા સાથે બંધ રહ્યા છે.

માર્કેટમાં ઘટાડાના કારણ

કોવિડ-19ના વધતા કેસ આખી દુનિયામાં આવી રહેલી ઇકોનોમીક રિકવરી માટે ખતરો બની ગયા છે. આખી દુનિયામાં કોવિડના કેસોમાં આવેલા એકાએક વધારાથી ગ્લોબલ જીડીપીના ગ્રોથને લઇને ચિંતાઓ ઉભી થઇ છે. જર્મની, ફ્રાન્સ, ઇટાલી, જેવા દેશોમાં ત્રીજી લહેર જોવા મળી છે. આ ઉપરાંત, મોટાભાગના એશિયન માર્કેટ યૂરોપમાં લોકડાઉનના સમાચારો અને અમેરિકામાં ટેક્સમાં વધારાના સમાચારો વચ્ચે દબાણમાં આવી ગયા છે. એશિયન બજારોએ છેલ્લા 2 સપ્તાહની નીચલી સપાટી દર્શાવી છે. તો  બેંકિંગ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ICICI Bank, HDFC Bank, Axis Bank, Kotak Mahindra Bank અને  SBIના શેરોમાં વેચવાલી જોવા મળી છે.

નિફ્ટીમાં ટાટા સ્ટીલનો શેર 5 ટકા ઘટી 702ની સપાટીએ બંધ રહ્યો છે. અદાણી પોર્ટ્સનો શેર 4 ટકા ઘટી 706, ટાટા મોટર્સનો શેર 4 ટકા ઘટી 294 રુપિયા,  હિન્દાલ્કોનો શેર 4 ટકા ઘટી 317 પર જ્યારે એમ એન્ડ એમનો શેર 4 ટકા ઘટી 811ની સપાટીએ બંધ રહ્યો છે.