Loksabha Electiion 2024/ મતદાન કરો અને નિશાની બતાવી 7 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

અમિત શાહની ગાંધીનગર લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન કરાવવા જિલ્લા કલેકટરે અપનાવ્યો નવો અભિગમ.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 27T170317.087 મતદાન કરો અને નિશાની બતાવી 7 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

@ ગાંધીનગર, ઉજવલ વ્યાસ
અમિત શાહની ગાંધીનગર લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન કરાવવા જિલ્લા કલેકટરે અપનાવ્યો નવો અભિગમ. ગાંધીનગર શહેર જિલ્લાના નામાંકિત વેપારીઓ સાથે કલેકટર મીટીંગ કરી મતદારને ડિસ્કાઉન્ટ આપવા માટે મનાવ્યા. નામાંકિત હોટલ રેસ્ટોરન્ટ તેમજ મીઠાઈ ની દુકાનોના વેપારીઓએ મતદારને ડિસ્કાઉન્ટ આપવા બતાવી સહમતિ.

ગુજરાતમાં પડી રહેલી આ કરી ગરમી માં ગાંધીનગર લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા કલેકટર મેહુલ દવે અને તેમના તંત્રએ અત્યારથી જ કવાયત શરૂ કરી છે અને ગાંધીનગર શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે માટે નવો અભિગમ અપનાવ્યો છે. ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ કલોલ અને માણસા ના તમામ મતદારો ને કરિયાણું , મીઠાઈ સહિત હોટેલ રેસ્ટોરન્ટ માં 7 થી 30 ટકા ડિસ્કાઉન્ટ આપવા વહેપારી એસોસિયેશન દ્વારા સહમતિ દર્શાવાઈ છે.


WhatsApp Image 2024 04 27 at 3.35.40 PM 1 મતદાન કરો અને નિશાની બતાવી 7 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવોએટલુજ નહી મતદાર પોતે મતદાન કર્યા નું નિશાન કોઈપણ દુકાનદાર કે હોટલ રેસ્ટોરન્ટ સંચાલકની બતાવશે તો તેને તેની ખરીદી ઉપર નક્કી કરેલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જો કે આ ઓફર 8 મે સુધી માન્ય રહેશે.

મંતવ્ય ન્યુઝ સાથેના સીધા સંવાદમાં ગાંધીનગર ડેપ્યુટી કલેકટર અર્જુનસિંહ વણઝારા એ કહ્યું હતું કે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન વધુ થાય તે હેતુથી આ અભિગમ અપનાવ્યો છે જેમાં ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના તમામ દુકાનદારો હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોએ લોકશાહીના આ મહાપર્વમાં ડિસ્કાઉન્ટ રૂપી સહયોગ આપી વધુ મતદાન થાય તે માટે કટિબદ્ધ બન્યા હોવાનો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીના મતદાનના દિવસે ગરમી પણ આક્રમક બને છે જોકે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક એ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ષો જૂની બેઠક છે જેમાં દર વખતે અમિત શાહ જંગી મતદાનથી વિજય પ્રાપ્ત કરતા આવ્યા છે. ત્યારે મતદાનના દિવસે ગરમીનું જોર વધશે તો મતદાન વધુમાં વધુ કેવી રીતે કરવું તે માટે તંત્રએ અત્યારથી જ અનેક ઉપચાર શરૂ કર્યા છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પુરુષોત્તમ રૂપાલા નો મુદ્દો પણ આક્રમક બન્યો છે આવી પરિસ્થિતિમાં ગામડાઓમાં વધુ મતદાન કેવી રીતે કરવું તેની પરોજણમાં તંત્ર ઉતર્યું છે.

WhatsApp Image 2024 04 27 at 3.35.41 PM મતદાન કરો અને નિશાની બતાવી 7 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

જોકે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે અને ડેપ્યુટી કલેકટર અર્જુનસિંહ વણઝારા ની ટીમે ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ અને માણસાના વેપારીઓની એક મહત્વની બેઠક બોલાવી હતી જેમાં વહેપારીઓ લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી જેના સમર્થનમાં ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ અને માણસા તાલુકાના 100 થી વધુ વેપારીઓએ જિલ્લા કલેકટર ની આ અપીલને સ્વીકારી હતી અને ૭ થી ૩૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવા સહમતિ બતાવી હતી.

WhatsApp Image 2024 04 27 at 3.35.39 PM મતદાન કરો અને નિશાની બતાવી 7 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

જોકે આ બાબતમાં જોવા જઈએ તો કોઈપણ મતદાર મતદાન કર્યા પછી આંગળી ઉપર લગાડેલી શાહીની નિશાની બતાવશે તો તેને દુકાનમાંથી નક્કી કરેલું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે જેમાં કરિયાણાની દુકાન હોટલ રેસ્ટોરન્ટ મીઠાઈ ની દુકાન તેમજ ગાંધીનગર શહેરની બ્રાન્ડેડ હોટલ દુકાન અને અન્ય રેસ્ટોરન્ટોનો પણ સમાવેશ થયો છે જોકે આ બાબત મતદાન વધારવા માટેની છે અને આ લાભ બીજા દિવસે એટલે કે 8 મે સુધી લાભાર્થી લઈ શકશે ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા કરેલો આ નવતર અભિગમ અન્ય જિલ્લા માટે પણ પ્રેરણા રૂપ બની ગયો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ અમિત શાહની બેઠકમાં વધુમાં વધુ મતદાન માટે જે અભિગમ અપનાવ્યો છે તે કેટલો સફળ થશે તે મતદાનની ટકાવારી ના આંકડા ઉપરથી જ ખબર પડશે પરંતુ આ અભિગમથી ગાંધીનગરની બેઠકમાં વધુમાં વધુ મતદાન થશે તે વાત નિશ્ચિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જીઓમાર્ટ શોપિંગ એપ સાથે છેતરપિંડી કરનારા બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો: આ તો આશ્રમશાળા છે કે અનાથાશ્રમઃ ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો:અમારો ઇતિહાસ શહીદોનો ઇતિહાસ છેઃ પ્રિયંકા ગાંધી