સફળતાની સિક્સર/ આ છે મંતવ્ય ન્યૂઝ…. સમાચારોમાં અગ્રેસર અને સમાજની પડખે…. જુઓ મંતવ્ય ના એક્સકલુસીવ રિપોર્ટની ઝલક

ચેનલનાં સ્પર્ધાત્મક સમયમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાતાં સમાચાર સત્ય અને સટિક હોય તે પણ સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે. પરિણામે 6 વર્ષ પૂર્ણ થતાં દર્શકો સુધી પહોંચવામાં મંતવ્ય ન્યૂઝે સફળતા હાંસલ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
WhatsApp Image 2022 10 10 at 17.10.33 આ છે મંતવ્ય ન્યૂઝ.... સમાચારોમાં અગ્રેસર અને સમાજની પડખે.... જુઓ મંતવ્ય ના એક્સકલુસીવ રિપોર્ટની ઝલક

મંતવ્ય ન્યૂઝ 11 ઓક્ટોબરના રોજ તેની સફળતાના છ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ચેનલનાં સ્પર્ધાત્મક સમયમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાતાં સમાચાર સત્ય અને સટિક હોય તે પણ સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે. પરિણામે 6 વર્ષ પૂર્ણ થતાં દર્શકો સુધી પહોંચવામાં મંતવ્ય ન્યૂઝે સફળતા હાંસલ કરી છે. ત્યારે આવામાં જાણો આ છ વર્ષમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની કેવી થઇ અસર

કચ્છના યુવકનું મંતવ્ય ન્યૂઝે પરિવાર સાથે કારવ્યું મિલન

કચ્છનાં એક એન્જીન્યરીંગમાં ભણતા યુવકે મંતવ્ય ન્યૂઝ દ્વારા પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું હતું. લોકોડાઉનનાં સમયમાં આ વિદ્યાર્થી દર્શન પારસીયાને ભક્તિ અને સાધનાનો રંગ અને સંગ લાગી ગયો. યુવકે ઇસ્કોનનાં માર્ગે જવા માટે ઘરમાં વાત કરી માત-પિતાને સમજાવવા કોશિશ કરી. માતા-પિતાએ નનૈયો ભણતા યુવક ઘરેથી ભક્તિ માર્ગે ચાલી નિકળ્યો. યુવકની શોધમાં માતા-પિતાએ આકાશ પાતાળ એક કર્યું અને અંતે પોતાનાં લાડકવાયાની  ભાળ ન મળતા પોલીસનાં શરણે પહોંચ્યા. જે બાદ સમગ્ર મંતવ્ય ન્યૂઝ પર પરિવારજન અને ખાસ કરીને પિતા કાંતીભાઇ અને દર્શનનું મિલન કરાવ્યું, મંતવ્ય ન્યૂઝ પર ગાયબ પોતાનાં પુત્રને પિતા મળતા હદય ક્ષીણ દ્રશ્યો જોવામાં આવ્યા છે. પિતા, સાધુ અને દર્શનને પણ મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો છે.

ગુમ થયો કચ્છનો યુવક, ઇસ્કોનનાં સાધુ પર લાગ્યા આરોપ, પરિવાર શોધમાં પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ અને સર્જાયા આવા દ્રશ્યો…

નિત્યાનંદ આશ્રમ કાંડનો પર્દાફાશ

નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખી બે યુવતીને ગુમ કરી દેવાના કેસનો પ્રર્દાફાશ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો.  વિવાદોમાં સપડાતો બાબા સ્વામી નિત્યાનંદ કોન્ડોમ, ડ્રગ્સ, અને કાળાજાદૂની દુનિયાનો બેતાજ બાદશાહ છે. મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ મુલાકાતમાં આ યુવતીના માતાપિતાએ જણાવ્યું હતું કે, તેઓ પણ છેલ્લા કેટલાક વર્ષોથી બેંગ્લોર ખાતે આ આશ્રમ સાથે સંકળાયેલા છે. અને આશ્રમની પ્રવૃતિથી પ્રેરાઈને તેમના બાળકોમાં સારા સંસ્કાર મળે તેવા ઉમદા આશય થી તેમને તેમના ચારેય બાળકોને છ વર્ષ પહેલા બેંગ્લોર ખાતે નિત્યાનંદ આશ્રમમાં દીક્ષા લીધી હતી.

નિત્યાનંદ આશ્રમમાંથી ભાગી ગયેલી બે બહેનોને જમૈકા ન છોડવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે ઝપાઝપી બાદ PSIની બદલી

દ્વારકામાં મંતવ્ય ન્યૂઝના પત્રકાર સત્યમ હંસોરા અને કેમેરા મેન યોગશે જયસ્વાલ સાથે કરી મારામારી કરી હતી. મામલે PSIની બદલી કરવામાં આવી.જેમાં દ્વારકાના SPએ તાત્કાલિક અસરથી  PSI બીપીન જોગલની બદલી કરી છે.આ અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંધવીએ હુમલો કરનાર PSI સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી પણ આપી હતી. અને PSI  સામે કાર્યવાહી કરવાSP ને સુચના પણ આપી દેવાઈ હોવાનું મંતવ્ય ન્યુઝ સાથે વાતચીતમાં  જણાવ્યું હતું.

પત્રકાર

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં પર્દાફાશ

રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈન લાગી છે. પણ તેમાં તંત્રની બેરદકારી અને ભ્રષ્ટાચારનો  મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં પર્દાફાશ થયો છે. એક તરફ દૈનિક 200-300 યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું નથી. જયારે નોકરી વાંચ્છુક યુવકોની સામે જ વચેટિયાઓ ખુલ્લેઆમ લોકોને કહે છે કે,350 રૂપિયા આપો, બધું થઈ જશે. સરકારીમાં આ પ્રકારે જાહેરમાં થતો ભ્રષ્ટાચાર કેટલી હદે યોગ્ય છે!, છતાં પણ જાણે વચેટિયાંના ખુલ્લેઆમ ગોરખધંધા સામે તંત્રે મોંઢામાં મગ ભર્યા હોય તેવી સ્થિતિ સર્જાય રહી છે.

Untitled 29 18 આ છે મંતવ્ય ન્યૂઝ.... સમાચારોમાં અગ્રેસર અને સમાજની પડખે.... જુઓ મંતવ્ય ના એક્સકલુસીવ રિપોર્ટની ઝલક

આ પણ વાંચો: ‘હું હનુમાન ભક્ત છું, મારો જન્મ કંસના વંશજોને મારવા માટે થયો છે…’ ગુજરાતમાં કેજરીવાલનો હુંકાર

આ પણ વાંચો:ગુજરાતમાં આજે મોદી vs કેજરીવાલ, ફરી ખીલશે કમાલ કે AAP કરશે પંજાબવાળું કમાલ

આ પણ વાંચો:પાકીસ્તાની નેવી વિરુધ પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ, જાણો કેમ ?