Not Set/ આ તે કેવું ગામ જે જમીનની નીચે વસેલું છે, જેને જોવા વિશ્વભરમાંથી સહેલાણીઓ આવે છે..

આ ગામમાં રહેતાં લોકો માટે કહેવામાં આવે છે કે, અહીં વસતા લોકો પર કોઈ દેવીય શક્તિની કુપા છે, જેના કારણે જમીનની નીચે પણ આ લોકો સામાન્ય રીતે જીવી શકે છે

World Trending
1111 આ તે કેવું ગામ જે જમીનની નીચે વસેલું છે, જેને જોવા વિશ્વભરમાંથી સહેલાણીઓ આવે છે..

એક એવું અદભૂત ગામ જમીનની ધરાથી લગભગ 400 ફૂટ નીચે વસેલું છે. હેરાની વાત છે કે, આ ગામના લોકો જમીનની નીચે સેંકડો ફૂટ નીચે હોવા છતા લોકો સામાન્ય જીવન જીવતા હતા. આ ગામમાં રહેતાં લોકો માટે કહેવામાં આવે છે કે, અહીં વસતા લોકો પર કોઈ દેવીય શક્તિની કુપા છે, જેના કારણે જમીનની નીચે પણ આ લોકો સામાન્ય રીતે જીવી શકે છે.

જાણીને નવાઈ લાગશે કે આ ગામના લોકો એટલા સાહસિક છે, કે તેઓ 300 ફૂટ નીચે હોવા છતા પોતાની દુનિયામાં મસ્ત બનીને જીવે છે. આ વિશાલકાય કુવામાં વસેલા ગામમાં એક પોસ્ટ ઓફિસ, ચર્ચ અને નાનું બજાર છે. એટલું જ નહીં ગામમાં ગયા પછી કોઈ અલગ ગ્રહ પર આવી ગયા હોય.

આ ગામ અમેરિકાના ગ્રાન્ડ કેન્યિનમાં સ્થિત છે. જેનું નામ ‘સુપાઈ’ છે, ગામમાં લગભગ 250 લોકો રહે છે આ વિસ્તારમાં રહેતા હજારો વર્ષ જુની જનજાતીએ સુપાઈ ગામને વસાવ્યું હતું. આ ગામમાં અમેરિકાના મૂળ રેડ ઈન્ડિયન્સ રહે છે. અમેરિકાની આ જાતી પ્રારંભીક સમયથી જ સાહસી રહી છે. અહીંના લોકો વાતચીત માટે હવાસુપાઈ ભાષાનો ઉપયોગ કરે છે. આ ગામમાં પહોંચવા માટે 300 ફૂટથી વધુ નીચે ઉતરવું પડે છે. ઉલ્લેખનીય છે કે અહિં સહેલાઇથી પહોંચી શકાતું નથી.  ગામમાં બે રસ્તા દ્ધારા પહોંચાય છે, એક પગપાળા છે જે ખૂબ લાંબો છે જ્યારે બીજો રસ્તો ખચ્ચર પર જવાનો છે. સુપાઇ ગામમાં બાળકોના ભણવા માટે સ્કૂલ, પોસ્ટ ઓફિસ, ચર્ચ અને દૈનિક ઉપયોગ માટે વસ્તુઓની દુકાન છે. એમ કહેવાય છે કે આ બજાર વિશ્વનું પ્રથમ માર્કેટછે જે જમીનની નીચે ભરાય છે.  ગામના લોકોએ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુંઓ મુશ્કેલીથી મેળવે છે. અહીં રહેનારા લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, સાથે જ ટોપલી બનાવવાનો પણ તેમનો વ્યવસાય છે. આ ટોપલીઓ અમેરિકામાં પ્રસિદ્ધ છે. જમીનની નીચે વસેલું આ ગામ દેશ-વિદેશથી આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે  ગ્રાન્ડ કેનિયન જાય છે તે સુપાઈ ગામ જોયા વગર પરત નથી ફરતું. આ ગામનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા લાયક છે.  સુપાઈ ગામ પોતાની અદભૂત વિચિત્રતાના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.  અને સહેલાણીઓ માટે મનપસંદીદા ગામ પણ છે.