Not Set/ આ છે અસલી હીરો, જે બાળકનો બચાવ્યો જીવ હવે તે બાળકને આપશે ઈનામની અડધી રકમ

મયુર શેલ્ખે નામ તો સાંભળ્યુ જ હશે, એક એવો બહાદૂર સેન્ટ્રલ રેલ્વેનો મુંબઈ ડિવિઝનનો પોઇન્ટસમેન જેણે એક બાળક કે જે રેલ્વેનાં પ્લેટફોર્મ પરથી નીચે રેલ્વે ટ્રેક પર પડી ગયુ હતુ…

Trending
123 84 આ છે અસલી હીરો, જે બાળકનો બચાવ્યો જીવ હવે તે બાળકને આપશે ઈનામની અડધી રકમ

મયુર શેલ્ખે નામ તો સાંભળ્યુ જ હશે, એક એવો બહાદૂર સેન્ટ્રલ રેલ્વેનો મુંબઈ ડિવિઝનનો પોઇન્ટસમેન જેણે એક બાળક કે જે રેલ્વેનાં પ્લેટફોર્મ પરથી નીચે રેલ્વે ટ્રેક પર પડી ગયુ હતુ જેને સામેથી આવતી ટ્રેનથી બચાવી લોકોનાં હ્રદયમાં એક ખાસ સ્થાન મેળવી લીધુ છે.

123 83 આ છે અસલી હીરો, જે બાળકનો બચાવ્યો જીવ હવે તે બાળકને આપશે ઈનામની અડધી રકમ

સોશિયલ મીડિયામાં આજે મયુર શેલ્ખે ખૂબ છવાયેલો છે. મયુર સેન્ટ્રલ રેલ્વેનાં મુંબઈ ડિવિઝનમાં પોઇન્ટસમેન તરીકે કામ કરે છે. મુંબઈ નજીક વાંગની રેલ્વે સ્ટેશન પર તેણે એક બાળકને બચાવવા માટે જે હિંમત બતાવી જેને જોઇ દરેક તેના ફેન બની ગયા છે. જો કે હવે તેણે તેની ઉદારતાનો પરિચય બતાવી લોકોને પોતાના કર્મથી જણાવ્યું છે કે હજુ ધરતી પર માનવતા જીવંત છે. આપને જણાવી દઇએ કે, મયુર શેલ્ખેને તેની આ બહાદુરી બદલ સેન્ટ્રલ રેલ્વેએ 50 હજારનું ઈનામ આપ્યુ હતુ. જેમાથી તેણે 25 હજાર એટલે કે અડધી રકમ તે બાળકનાં અભ્યાસ માટે તેની અંધ માતાને આપી છે. હવે તમે સમજી ગયા હશો કે કેમ આ શખ્સને આજે સોશિયલ મીડિયામાં લોકો હીરો કહી રહ્યા છે.

123 82 આ છે અસલી હીરો, જે બાળકનો બચાવ્યો જીવ હવે તે બાળકને આપશે ઈનામની અડધી રકમ

ઉલ્લેખનીય છે કે, એક બાળક તેની અંધ માતા સાથે વાંગની સ્ટેશન જઈ રહ્યો હતો. ત્યારબાદ તે ટ્રેક પરનાં પ્લેટફોર્મ પરથી નીચે પડી ગયો હતો. બાળક ઉપર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ચઢવામાં નિષ્ફળ રહ્યુ. તેની માતા ચીસો પાડતી હતી ત્યારે શેલ્ખેએ સમજણ બતાવી અને દોડીને બાળકને ટ્રેન આવે તે પહેલા જ પકડી પ્લેટફોર્મ પર પહોંચાડી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. આ ઘટનાને રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ પોતાના ટ્વીટર હેલ્ડલ પરથી શેર કર્યું હતું. ત્યારબાદથી શેલ્ખેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે.

શાલ્ખેની આ બહાદુરીભર્યા કારનામાને પગલે જાવાની મોટરસાયકલ્સે તેને એવોર્ડ તરીકે જાવા બાઇક આપવાની જાહેરાત પણ કરી હતી. મહિન્દ્રા ગ્રુપનાં અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ શાલ્ખેનાં વખાણ કરતાં કહ્યું હતું કે, મયુર શેલ્ખે પાસે ડ્રેસ કે ટોપી નહોતી. પરંતુ તેણે સુપરહીરો કરતા વધારે હિંમત બતાવી. અમે બધા જ જાવા પરિવાર વતી તેમને સલામ કરીએ છીએ. મુશ્કેલ સમયમાં, મયૂરે અમને બતાવ્યું કે આપણે ફક્ત આજુબાજુનાં લોકોને જોવાનાં છે, જે આપણને વધુ સારી દુનિયા માટેનો માર્ગ બતાવે છે.”

Untitled 39 આ છે અસલી હીરો, જે બાળકનો બચાવ્યો જીવ હવે તે બાળકને આપશે ઈનામની અડધી રકમ