Bhopal/ કોરોના વોરીર્યર્સ પર આ તે કેવો જુલમ કરી રહી છે મધ્યપ્રદેશ પોલીસ

કોરોનાનાં ભયાનક સમયમાં, જ્યાં પરિવારનાં સભ્યો અને સંબંધીઓ એકબીજાથી દૂરી બનાવીને રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોરોનાથી સંક્રમિત લોકોને ઓળખવા અને તેમની સારવાર કરવાની જવાબદારી કોરોના યોદ્ધાઓ, એટલે કે આરોગ્ય કર્મચારીઓ દ્વારા લેવામાં આવી છે. આજે એ જ કોરોના લડવૈયાઓનાં એટલે કે આરોગ્ય કર્મચારીઓનાં વિરોધને દબાવવા માટે મધ્યપ્રદેશ સરકાર હેઠળની મધ્યપ્રદેશ પોલીસે, તેમની ઉપર જબરદસ્ત […]

Top Stories India
corona 25 કોરોના વોરીર્યર્સ પર આ તે કેવો જુલમ કરી રહી છે મધ્યપ્રદેશ પોલીસ

કોરોનાનાં ભયાનક સમયમાં, જ્યાં પરિવારનાં સભ્યો અને સંબંધીઓ એકબીજાથી દૂરી બનાવીને રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોરોનાથી સંક્રમિત લોકોને ઓળખવા અને તેમની સારવાર કરવાની જવાબદારી કોરોના યોદ્ધાઓ, એટલે કે આરોગ્ય કર્મચારીઓ દ્વારા લેવામાં આવી છે. આજે એ જ કોરોના લડવૈયાઓનાં એટલે કે આરોગ્ય કર્મચારીઓનાં વિરોધને દબાવવા માટે મધ્યપ્રદેશ સરકાર હેઠળની મધ્યપ્રદેશ પોલીસે, તેમની ઉપર જબરદસ્ત લાકડીઓ વરસાવી છે.

corona 26 કોરોના વોરીર્યર્સ પર આ તે કેવો જુલમ કરી રહી છે મધ્યપ્રદેશ પોલીસ

આ સમગ્ર મામલો મધ્યપ્રદેશની રાજકીય રાજધાની ભોપાલનો છે. જણાવી દઇએ કે, જ્યારે કોરોના વાયરસ ફેલાવવાનું શરૂ થયું અને જ્યારે તે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું હતું, ત્યારે સરકારને આરોગ્ય કર્મચારીઓની તંગીને જોતા તેમની સંખ્યા વધારવાની ચિંતાનો અહેસાસ થયો. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશ સરકારે કરાર પર ઘણા આરોગ્ય કર્મચારીઓની ભરતી કરી હતી. જેની સંખ્યા 6000 થી વધુ હતી. તેમનો કાર્યકાળ પહેલા ત્રણ 3 મહિનાનો હતો જે વધારીને 9 મહિના સુધી કરવામાં આવ્યો. હવે આ આરોગ્ય કર્મચારીઓને બહાર કાઠવામાં આવી રહ્યા છે, જેના કારણે તેઓ વિરોધ ધરણા પ્રદર્શન દ્વારા કરી રહ્યા હતા. આરોગ્ય કર્મચારીઓની માંગ છે કે તેઓને કરાર દ્વારા કાયમી બનાવવામાં આવે. 3 ડિસેમ્બર, ગુરુવારે, ભોપાલનાં નીલમ પાર્કમાં ધરણા દરમિયાન, તેમણે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને મળવાની માંગ કરી હતી. વિરોધને કાબૂમાં લેવા પોલીસે લાકડીઓનો ઉપયોગ કર્યો હતો.

corona 27 કોરોના વોરીર્યર્સ પર આ તે કેવો જુલમ કરી રહી છે મધ્યપ્રદેશ પોલીસ

વિરોધ કરી રહેલા સંગઠનનાં પ્રમુખ જિતેન્દ્ર કુશવાહાનાં કહેવા પ્રમાણે, જ્યારે રાજ્ય સરકારને અમારી જરૂર હતી ત્યારે અમને નોકરી પર રાખ્યા હતા અને જ્યારે તેમની જરૂરિયાતો પૂરી થઇ ત્યારે અમને બેરોજગાર બનાવવા પર અડ્યા છે. કોંગ્રેસનાં નેતા અને મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક ટ્વિટમાં કહ્યું કે, જ્યારે સમગ્ર દુનિયા કોરોના લડવૈયાઓનું સન્માન કરી રહી છે, ત્યારે રાજ્યની ભાજપ સરકાર તેમના પર લાકડીઓ વરસાવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો