Politics/ ઓક્સિજન અછત પર રાહુલે કહ્યુ- બધુ જ યાદ રાખવામાં આવશે

રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં દિલ્હીમાં ઓક્સિજનને કારણે મોત થયાનાં સમાચાર ફ્લેશ થતા જોવા મળી રહ્યા છે. આ સાથે, ઓક્સિજનમાં તડપતા દર્દીઓની તસવીરો પણ દેખાઇ રહી છે.

Top Stories India
11 458 ઓક્સિજન અછત પર રાહુલે કહ્યુ- બધુ જ યાદ રાખવામાં આવશે

‘ઓક્સિજનનાં અભાવથી મૃત્યુ’ અંગે કેન્દ્ર સરકારનાં નિવેદન પર વિપક્ષનો હોબાળો આજે પણ યથાવત છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “સબ યાદ રાખવામાં આવશે”.

અરે.. બાપ રે…. / પાકિસ્તાનમાં ચીની એન્જિનિયરની અજીબોગરીબ સ્થિતિ, એક હાથમાં ટુલકીટ તો બીજા હાથમાં લઇ જઈ રહ્યા છે હથિયાર

રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં દિલ્હીમાં ઓક્સિજનને કારણે મોત થયાનાં સમાચાર ફ્લેશ થતા જોવા મળી રહ્યા છે. આ સાથે, ઓક્સિજનમાં તડપતા દર્દીઓની તસવીરો પણ દેખાઇ રહી છે.આપને જણાવી દઈએ કે, બુધવારે પણ રાહુલ ગાંધીએ એક ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ત્યાં માત્ર ઓક્સિજનનો અભાવ જ નહોતો. સંવેદનશીલતા અને સત્યનો મોટો અભાવ હતો – ત્યારે પણ આજે પણ.” રાહુલ ગાંધીનાં આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે રાહુલ ગાંધીને ‘મગજ વિનાનો રાજકુમાર’ કહ્યુ હતુ. ગિરિરાજસિંહે કહ્યું હતું કે, તેમની પાસે મગજનો અભાવ છે.

Saudi Arab / હજ યાત્રાને લઈ સાઉદી સરકારનો મોટો નિર્ણય, મક્કમાં પહેલીવાર તૈનાત કરાઈ મહિલા સૈનિક

આપને જણાવી દઈએ કે, આ બધો હંગામો રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા નિવેદનને લઈને થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યસભામાં મંગળવારે કેન્દ્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, દેશમાં ઓક્સિજનનાં અભાવને કારણે એક પણ મૃત્યુનો ડેટા આપ્યો નથી. સરકારનાં આ નિવેદન બાદ હવે આ અંગે રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષે કેન્દ્ર પર શાંબ્દિક હુમલો શરૂ કરી દીધો છે. શિવસેનાએ કેન્દ્ર સરકાર સામે કેસ નોંધવાની વાત પણ કરી હતી.