survey/ રાજસ્થાનમાં આ પાર્ટીની બનશે સરકાર! સર્વેમાં થયો મોટો ખુલાસો

રાજસ્થાન ચૂંટણીમાં કોણ મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે અને સત્તાની સીટ કોને મળશે તે અંગે કરવામાં આવેલા સર્વેના આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે

Top Stories India
1 25 રાજસ્થાનમાં આ પાર્ટીની બનશે સરકાર! સર્વેમાં થયો મોટો ખુલાસો

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટો ઓપિનિયન પોલ એક ખાનગી ચેનલ અને સી વોટરે સંયુક્ત ઉપક્રમે કર્યો  છે. રાજસ્થાન ચૂંટણીમાં કોણ મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે અને સત્તાની સીટ કોને મળશે તે અંગે કરવામાં આવેલા સર્વેના આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. સર્વે અનુસાર, રાજસ્થાનમાં ભાજપ ફરી એકવાર જીતનો સ્વાદ ચાખશે અને કોંગ્રેસને 78-88 સીટો પર સેટલ થવું પડી શકે છે, એટલે કે 2023ની ચૂંટણીમાં કોંગ્રેસને વિપક્ષમાં બેસવું પડી શકે છે.

રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠકો છે. સર્વે મુજબ વિપક્ષ ભાજપને સત્તાનો આનંદ માણવાનો મોકો મળી શકે છે. તેને અહીં 109-119 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 78-88 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષોને 1-5 બેઠકો મળી શકે છે. તમને જણાવી દઈએ કે ગત ચૂંટણીમાં ભાજપે તમામ 200 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તે બહુમતીના આંકડાને સ્પર્શી શકી નહોતી, જ્યારે કોંગ્રેસને 100થી વધુ બેઠકો મળી હતી.

બીજી તરફ ચૂંટણીમાં વોટની ટકાવારીની વાત કરીએ તો અહીં પણ વિપક્ષી પાર્ટી ભાજપની જીત થતી જોવા મળી રહી છે. ભાજપને 46 ટકા વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 41 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે 13 ટકા વોટ અન્ય પાર્ટીઓના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.સી વોટરે  રાજસ્થાન ચૂંટણી માટે પ્રથમ સૌથી મોટો ઓપિનિયન પોલ કર્યો છે. આ સર્વેમાં 14 હજાર 85 લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સાથે રાજસ્થાનના રાજકારણના વર્તમાન મુદ્દાઓ પર પણ ઝડપી સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 1 હજાર 885 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. સર્વે 25 જુલાઈ સુધી કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.