KKR vs RCB/ સંકટ સમયે વિરાટની ટીમનો આ ખેલાડી કરી રહ્યો હતો કઇંક અલગ જ કામ

ડગઆઉટમાં બેસીને, કાયલ RCB કેમ્પની એક છોકરીની સામે હસતા મોંઢે જોવે છે. જેમીસનનાં આ ફોટોને લઈને સોશિયલ મીડિયા પર બવે મીમ્સનો વરસાદ થઇ રહ્યો છે.

Sports
1 310 સંકટ સમયે વિરાટની ટીમનો આ ખેલાડી કરી રહ્યો હતો કઇંક અલગ જ કામ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 નાં ​​બીજા તબક્કામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મેચ 20 સપ્ટેમ્બરે અબુ ધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચ દરમિયાન કાયલ જેમીસનનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ડગઆઉટમાં બેસીને, કાયલ RCB કેમ્પની એક છોકરીની સામે હસતા મોંઢે જોવે છે. જેમીસનનાં આ ફોટોને લઈને સોશિયલ મીડિયા પર બવે મીમ્સનો વરસાદ થઇ રહ્યો છે. જે સમયે આ ફોટો લેવામાં આવ્યો છે, તે સમયે RCB નો સ્કોર 54 રનમાં ચાર વિકેટ હતો. કેપ્ટન વિરાટ કોહલી પણ ડગઆઉટમાં બેઠો છે, પરંતુ મેચની ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહી હતી.

આ પણ વાંચો – KKR vs RCB / RCB ની વિરાટ સેનાને KKR એ 9 વિકેટથી હરાવી મેળવી શાનદાર જીત

વિરાટે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. RCB એ 52 રનમાં વિરાટ, દેવદત્ત પડ્ડિકલ, એસ ભરત અને એબી ડી વિલિયર્સની વિકેટ ગુમાવી હતી. તે સમયે ટીમ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં હોય તેવું લાગતું હતું. સમગ્ર મેચ દરમિયાન RCB આ પ્રારંભિક આંચકાઓમાંથી બહાર આવી શક્યું ન હોતું અને 20 ઓવર રમ્યા વિના સમગ્ર ટીમ માત્ર 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમીસન આ મેચમાં આઠમાં નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને 4 રન બનાવ્યા બાદ તે રન આઉટ થયો હતો. જણાવી દઇએ કે, આ ફોટામાં જેમીસન સિવાય RCB કેમ્પનાં તમામ ખેલાડીઓ મેદાનમાં છે. આ ફોટામાં ટીમના બેટિંગ કોચ સંજય બાંગર પણ જોવા મળી રહ્યા છે. તે તમામ મેચમાં પોતાની ટીમની સ્થિતિ પર ચિંતિત દેખાઇ રહ્યા હતા.

આ પણ વાંચો – Domestic Cricketers / BCCI તરફથી ડોમેસ્ટિક ક્રિકેટની મેચ ફીમાં કરાયો વધારો, જાણો હવે ખેલાડીઓને કેટલી મળશે ફી

ઉલ્લેખનીય છે કે, ટોસ જીત્યા બાદ RCB નાં કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો આ નિર્ણય તેની ટીમ માટે સારો સાબિત થયો ન હતો અને ઓપનિંગ કરવા આવેલો કેપ્ટન કોહલી પાંચ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. કેપ્ટન વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવા આવેલા દેવદત્ત પડ્ડિકલે ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ 20 બોલમાં ત્રણ ચોક્કાની મદદથી 22 રન બનાવી આઉટ થયો હતો. RCB માટે ડેબ્યૂ કરી રહેલા વિકેટકીપર બેટ્સમેન કેએસ ભારતનું બેટ પણ શાંત રહ્યું અને તેણે 19 બોલમાં એક ચોક્કાની મદદથી 16 રન બનાવ્યા.

ટીમને ગ્લેન મેક્સવેલ અને એબી ડી વિલિયર્સ પાસેથી ઘણી અપેક્ષા રાખી હતી, પરંતુ બેમાંથી કોઈ બેટ્સમેન બેટિંગ કરી શક્યો ન હતો, મેક્સવેલ 10 અને એબી ડી વિલિયર્સ તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. સચિન બેબી 7 રન અને વનિંદુ હસરંગા શૂન્ય પર આઉટ થયા હતા. કાયલ જેમીસને 4 રન અને હર્ષલ પટેલ 12, મોહમ્મદ સિરાજ 8 અને યુઝવેન્દ્ર ચહલ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલ સિવાય KKR તરફથી લોકી ફર્ગ્યુસને બે અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી.