નિવૃત્તિ/ રાજ્યના આ વરિષ્ઠ IAS અધિકારી આજે થશે નિવૃત્ત,PM મોદીની ખુબ નજીક માનવામાં આવે છે

ગુજરાત ના સિનિયર આઇએએસ અને હાલ ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્યસચિવનો હોદ્દો ધરાવતા ડો. રાજીવકુમાર ગુપ્તા આજે  વયનિવૃત્ત થઇ રહ્યાં છે

Top Stories Gujarat
2 40 રાજ્યના આ વરિષ્ઠ IAS અધિકારી આજે થશે નિવૃત્ત,PM મોદીની ખુબ નજીક માનવામાં આવે છે
  • રાજ્યના એક વરિષ્ઠ IAS અધિકારી આજે થશે નિવૃત્ત
  • IAS રાજીવ ગુપ્તા થઈ રહ્યા છે વય નિવૃત્ત
  • ઉદ્યોગ વિભાગમાં ACS તરીકે બજાવે છે ફરજ
  • સરદાર સરોવર નિગમના MD તરીકે પણ ફરજ પર
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પણ છે ઈન્ચાર્જ
  • હવે રાજીવ ગુપ્તાનું પદ કોણ સંભાળશે?
  • રાજ્ય સરકાર કરશે નિર્ણય
  • ઉદ્યોગ વિભાગમાં ચાર IASના નામની ચાલી રહી છે ચર્ચા
  • રાજીવ ગુપ્તાને SOUના ઈન્ચાર્જ તરીકે ચાલુ રખાઈ શકે

ગુજરાત ના સિનિયર આઇએએસ અને હાલ ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્યસચિવનો હોદ્દો ધરાવતા ડો. રાજીવકુમાર ગુપ્તા આજે  વયનિવૃત્ત થઇ રહ્યાં છે. તેમની પાસે અત્યારે ઉદ્યોગ ઉપરાંત નર્મદા નિગમનો પણ ચાર્જ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી  અને તેને સંલગ્ન 36 જેટલા પ્રોજેક્ટમાં તેમનું યોગદાન મોટું રહ્યું છે. આ સ્મારક બન્યું ત્યારે સંપૂર્ણ જવાબદારી કે શ્રીનિવાસની હતી પરંતુ ત્યારપછી એમિનિટીઝ ઉભી કરવામાં રાજીવકુમાર ગુપ્તાનો મોટો ફાળો છે.

રાજ્ય સરકાર  કરશે નિર્ણય કે રાજીવ ગુપ્તાની જગા પર કોને નિમણૂંક આપવી ,ઉધોગ વિકાસ માટે ચાર આઇએએસના નામ આગળ ચાલી રહ્યા છે. રાજીવ ગુપ્તાને SOUના ઈન્ચાર્જ તરીકે ચાલુ રખાઈ શકે છે.

વયનિવૃત્તિ પછી તેમને નર્મદા નિગમમાં વિશેષ જવાબદારી મળી શકે તેમ છે. સચિવાલયના સૂત્રો કહે છે કે રાજીવકુમાર ગુપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના ઓફિસર માનવામાં આવે છે તેથી ગુજરાતમાં તેઓને મહત્વની જગ્યા મળવાની શક્યતા વધી જાય છે.જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવે છે ત્યારે રાજીવકુમાર ગુપ્તા હંમેશા તેમની સાથે જોવા મળતા હોય છે. આ એક એવા અધિકારી છે કે જેઓ ચીફ સેક્રેટરીના દાવેદાર હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમની જ બેચના પંકજકુમારને પસંદ કર્યા ત્યારે રાજીવકુમાર ગુપ્તાને ઉદ્યોગ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેની સાથે-સાથે નર્મદા નિગમના સીએમડીની પણ જવાબદારી આપી હતી.  તેઓ અત્યારે આ બન્ને જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે. 31મી મે નારોજ એટલે કે આજે તેઓ નિવૃત્ત થઇ રહ્યાં છે પરંતુ તેમને સરકારમાં નિવૃત્તિ પછીનું પ્રાઇમ પોસ્ટીંગ મળી શકે છે.