Cricket/ શ્રીલંકાનાં આ બેટ્સમેને પોતાના જ પગ પર મારી કુલ્હાડી, જુઓ કેવી રીતે થયો Out

શ્રીલંકા ટીમનાં મિડલ ઓર્ડર બેટ્સમેન ધનંજય ડી સિલ્વા કમનસીબે પ્રથમ ઇનિંગ દરમિયાન તેની વિકેટ ગુમાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી આ મેચમાં તે ખરાબ રીતે હિટ વિકેટ થઇ ગયો હતો.

Sports
શ્રીલંકન બેટ્સમેન હિટ વિકેટ

તમે સાંભળ્યુ હશે કે પોતાના પગ પર જ કુલ્હાડી મારવી, આ કહેવતને શ્રીલંકાનાં એક બેટ્સમેને સાચી સાબિત કરી બતાવી છે. શ્રીલંકાનાં મિડલ ઓર્ડર બેટ્સમેન ધનંજય ડી સિલ્વાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગાલે ખાતેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. ડી સિલ્વાએ પાંચ ચોક્કાની મદદથી 95 બોલનો સામનો કર્યો અને 61 રનની ઇનિંગ રમી હતી. જો કે કમનસીબે તે હિટ-વિકેટ આઉટ થયો હતો.

આ પણ વાંચો – India vs Newzealand / મેચમાં એક ક્ષણ એવી આવી કે કોચ દ્રવિડે ખુશ થઇને ફિલ્ડિંગ કોચની થપથપાવી પીઠ

આપને જણાવી દઇએ કે, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગાલેમાં રમાઈ રહી છે. શ્રીલંકન ટીમનાં કેપ્ટન દિમુથ કરુણારત્નેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન, મેચનાં બીજા દિવસે મેદાન પર એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો, જ્યારે શ્રીલંકા ટીમનાં મિડલ ઓર્ડર બેટ્સમેન ધનંજય ડી સિલ્વા કમનસીબે પ્રથમ ઇનિંગ દરમિયાન તેની વિકેટ ગુમાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી આ મેચમાં તે ખરાબ રીતે હિટ વિકેટ થઇ ગયો હતો. તેના આઉટ થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને જોઈને ચાહકો હસવાનું રોકી શક્યા નથી. પાંચમાં નંબરે બેટિંગ કરવા આવતા ધનંજય ડી સિલ્વાએ સારા ફોર્મમાં બેટિંગ કરી અને 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. 95મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝનાં ઝડપી બોલર શેનન ગેબ્રિયલની ‘અદભૂત’ બોલ પર તે હિટ વિકેટ થઇ ગયો હતો. આપને જણાવી દઇએ કે, ધનંજય ડી સિલ્વાએ બોલને સ્ટમ્પ તરફ જતો જોઈને બેટ વડે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જ ક્રમમાં તેણે પોતે જ પોતાના પગ પર કુલ્હાડી મારી અને બેટને સ્ટમ્પ પર મારી દીધુ અને પોતાની વિકેટ ગુમાવી. આપને જણાવી દઈએ કે, આ બીજી વખત છે કે જ્યારે ધનંજય ડી સિલ્વા ટેસ્ટ ક્રિકેટમાં હિટ વિકેટથી આઉટ થયો છે. ટેસ્ટ ક્રિકેટમાં બે વાર હિટ વિકેટથી આઉટ થનાર રોમેશ કાલુવિથરાના પછી તે બીજો શ્રીલંકન બેટ્સમેન પણ બન્યો હતો.

આ પણ વાંચો – India vs Newzealand / ચહરની બેટિંગથી કેપ્ટન રોહિત એટલા ખુશ થયા કે કર્યુ ડ્રેસિંગ રૂમથી Salute, જુઓ Video

ઉલ્લખનીય છે કે, રવિવારે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં પણ કઇંક આવો જ નજારો જોવા મળ્યો હતો. જ્યા અંતિમ ઓવરોમાં હર્ષલ પટેલ હિટ વિકેટ આઉટ થયો હતો. હર્ષલ પટેલ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી T20માં 8માં નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 17મી ઓવરમાં એડમ મિલ્નેની બોલ પર બાઉન્ડ્રી ફટકારીને ખાતું ખોલ્યુ હતું. બીજી જ ઓવરમાં હર્ષલે ટ્રેન્ટ બોલ્ટની બોલ પર બીજી બાઉન્ડ્રી ફટકારી અને પછી ભારતીય ઇનિંગ્સની 19મી ઓવરમાં લૉકી ફર્ગ્યુસનને લૉન્ગ ઑફ પર સિક્સર ફટકારી હતી. ફર્ગ્યુસને એ જ ઓવરનો ત્રીજો બોલ ઓફ-સ્ટમ્પ તરફ ફેંક્યો. હર્ષલે પોઈન્ટ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ આમ કરતા તે હિટ વિકેટ થયો હતો.