મુંબઈ/ આ સ્ટ્રગલિંગ એક્ટ્રેસે કામવાળીને માર્યો ઢોર માર, કપડા ઉતારી બનાવ્યો Video

મુંબઈની ફિલ્મ સિટીનાં વર્સોવા વિસ્તારમાં રહેતી એક સ્ટ્રગલિંગ અભિનેત્રીએ સગીર નોકરાણીનાં કપડા કાઢી તેને સેન્ડલ વડે ઢોર માર માર્યો અને બાદમાં તેનો વીડિયો પણ બનાવ્યો.

India
11 2021 12 13T084223.317 આ સ્ટ્રગલિંગ એક્ટ્રેસે કામવાળીને માર્યો ઢોર માર, કપડા ઉતારી બનાવ્યો Video

મુંબઈની ફિલ્મ સિટીનાં વર્સોવા વિસ્તારમાં રહેતી એક સ્ટ્રગલિંગ અભિનેત્રીએ સગીર નોકરાણીનાં કપડા કાઢી તેને સેન્ડલ વડે ઢોર માર માર્યો અને બાદમાં તેનો વીડિયો પણ બનાવ્યો. જ્યારે સગીરની બહેને તેના શરીર પર ઈજાનાં નિશાન જોયા, ત્યારે તેણે તેની સાથે થયેલી ઘટના વિશે કહ્યુ. આ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો – સાવધાન! / આંધ્રપ્રદેશ અને ચંદીગઢ બાદ હવે આ રાજ્યમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ

જણાવી દઇએ કે, ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી અભિનેત્રીની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. વર્સોવા પોલીસે અભિનેત્રી વિરુદ્ધ આઈપીસીની અનેક ગંભીર કલમો હેઠળ રિપોર્ટ દાખલ કર્યો છે. આજે એટલે કે સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે, પીડિતા છેલ્લા ચાર મહિનાથી તેના ઘરે કામ કરતી હતી. આ દરમિયાન તેના પર અનેકવાર મારપીટ કરવામાં આવી હતી. યુવતીને કામ કરવાનું આવડતું નથી તેમ કહીને વારંવાર માર મારવામાં આવતો હતો. આ મામલે પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, મહિલા સોમવારે રાત્રે નશામાં હતી. કામ પર મોડું થવાના કારણે તેણે ગુસ્સો કર્યો અને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યુ. તે પછી તેણે બળજબરીથી કપડા ઉતારી નાખ્યા. વિરોધ કરવા પર સેન્ડલથી માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન મહિલાએ વીડિયો બનાવ્યો અને ફોટો પાડ્યો. 25 વર્ષીય અભિનેત્રીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, હાલમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહેલી આ અભિનેત્રીએ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં નાના-નાના રોલ કર્યા છે. આ અભિનેત્રી વર્સોવા વિસ્તારમાં એક ફ્લેટમાં એકલી રહે છે.

આ પણ વાંચો – કટ્ટરપંથી વિચારધારા / પાકિસ્તાનની મદરેસાઓમાં ધર્મનિંદા કરનારાઓનું માથું કાપવાનું શીખવવામાં આવે છે, વીડિયો આવ્યો સામે 

મારનાં કારણે પીડિતાને કપાળ પર ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આ ઘટના બાદ સગીર ભયંકર રીતે ડરી ગઇ છે. અભિનેત્રીને ખબર હતી કે તે જે છોકરીને ઘરેલુ કામ માટે રાખતી હતી તે સગીર હતી, તે પછી પણ તેને કામ પર રાખવામાં આવી હતી. પોલીસે કલમ 326, 354 (બી) અને 504 હેઠળ કેસ નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, મહિલા સ્ટ્ર્ગલિંગ અભિનેત્રી છે. તેને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. આ ઘટના બાદ સગીર ભયંકર રીતે ડરી ગઇ છે.