Tunisha Sharma suicide case/ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આ ટીવી અભિનેત્રી કર્યો આ દાવો,જાણો સમગ્ર વિગત

પ્રતિભાશાળી ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ ‘અલી બાબા દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી

Top Stories Entertainment
Tunisha Sharma suicide

Tunisha Sharma:     પ્રતિભાશાળી ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ(actress) 24 ડિસેમ્બર 2022ના રોજ ‘અલી બાબા દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર સિઝાન મોહમ્મદ ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ(arrest) કરવામાં આવી છે. હવે આ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે.

 ‘મેડમ સર’ ફેમ પ્રીતિ તનેજાએ દાવો કર્યો છે કે તુનીષા અને સિઝાન ખૂબ જ નજીક હતા. તુનીષાુ સિજાન સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ સિજને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી. એટલું જ નહીં, પ્રીતિએ એ પણ જણાવ્યું કે તુનિષા માતા બનવાની હતી. તેથી જ તે સિજાન સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ સિજાન વારંવાર લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો.

ટીવી શો ‘અલી બાબા દાસ્તાન-એ-કાબુલ’માં સાથે કામ કરતી વખતે તુનીષા (tanisha) અને શીજાન એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને રિલેશનશિપમાં પણ હતા. જો કે, રિપોર્ટ્સ અનુસાર, શીજાને થોડા સમય પહેલા તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. 24 ડિસેમ્બર 2022ના રોજ આત્મહત્યા કરતા પહેલા તે શીજનના મેક-અપ રૂમમાં પણ ગઈ હતી. આ પછી તેણે મોતને ભેટી હતી.

તુનીષાના માતા-પિતાએ (parents) સિજાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અભિનેતા પર તુનીશાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. તેમજ ગત રાત્રે તુનીશાનું પોસ્ટમોર્ટમ પણ જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. તુનિષાના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રી ગર્ભવતી હોવાની અફવાઓ વહેતી થઈ હતી, પરંતુ પોલીસ સૂત્રોએ હાલ પૂરતું પ્રેગ્નન્સીની વાતને ફગાવી દીધી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું?

20 વર્ષની નાની ઉંમરે તુનીષાએ શા માટે કરી આત્મહત્યા? દરેક વ્યક્તિ આ સસ્પેન્સનો જવાબ જાણવા માંગે છે. આ મોટા સવાલ વચ્ચે હવે તુનીશાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ (Postmortem) રિપોર્ટ અનુસાર તુનીશાનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું. ફાંસી લગાવ્યા બાદ ગૂંગળામણને કારણે તુનીશાનું મોત થયું હતું. અભિનેત્રીના શરીર પર કોઈપણ પ્રકારના ઘાના નિશાન જોવા મળ્યા નથી.

review application/કુતુબમિનારની માલિકી સંબંધિત સમીક્ષા અરજી પર કોર્ટે લીધો આ ફેંસલો,જાણો