Viral Video/ ચાલુ ટ્રેનમાં ચઢવા ગઇ આ મહિલા, પછી જે થયુ તે જુઓ આ વીડિયોમાં

આ વીડિયો મધ્યપ્રદેશનાં ઈન્દોર રેલવે સ્ટેશનનો છે, જ્યાં એક મહિલા ચાલતી ટ્રેનમાં ચઠવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અચાનક તેનો પગ લપસી ગયો…

Videos
ટ્રેનમાં

આ વીડિયો મધ્યપ્રદેશનાં ઈન્દોર રેલવે સ્ટેશનનો છે, જ્યાં એક મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અચાનક તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગઈ. જો કે આ સમયે ત્યાં હાજર લોકો અને આરપીએફનાં જવાનોએ મહિલાને બચાવી લીધી છે. સમગ્ર ઘટના રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો – Viral Video/ જન્મ દિવસ પર એકલી કેક કાપી રહી હતી મહિલા, વીડિયો જોઇ તમારી આંખો ભીંજાઈ જશે

રેલવે પ્રોટેક્શન ફોર્સ ઈન્દોર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સાંજે 5 વાગ્યાની આસપાસ, સોનાલી નામની મહિલા તેના પતિ અને 6 વર્ષનાં પુત્ર સાથે ઈન્દોરથી ઉદયપુર ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. તે આ ચાલતી ટ્રેનમાં ચઠવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તેની કિસ્મત સારી હતી કે તે આ અકસ્માતમાં બચી ગઇ.

આ પણ વાંચો – Viral Video/ ઉત્સાહમાં આવી ભૂલી ગયા કે ક્યા ચાલી રહ્યા છે, પછી જે થયુ તે જોઇ તમે હસી નહી રોકી શકો

આપને જણાવી દઇએ કે, મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરી રહી હતી, ટ્રેનની ઝડપ થોડી વધી ગઈ અને તેનો પગ લપસી ગયો હતો અને તે નીચે પડી ગઈ હતી, ત્યાં હાજર લોકોએ અને આરપીએફનાં જવાનોએ તેને તાત્કાલિક બચાવી લીધી હતી, જો તેને તુરંત બચાવવામાં ન આવી હોત તો તે ટ્રેનની નીચે આવી ગઇ હોત. તુરંત જ ટ્રેન પણ રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાંથી પડ્યા બાદ મહિલાને ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેમાં આ ઘટના કેદ થઈ હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ ઇન્દોરે આ વીડિયો જાહેર કર્યો છે.