Viral Video/ આ યુવકે પેટ્રોલના ભાવ વધતાં કર્યો બાઇક સાથે આવો જુગાડ, બનાવી દીધી સાઇકલ

આપના દેશમાં દરેક કામ માટે લોકો જુગાડની પદ્ધતિ વધુ અપનાવે છે. ક્યારેક જુગાડથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. અમે તમને આવું જ એક ઉદાહરણ બતાવવા જઈ રહ્યા છીએ.

Videos
જુગાડ

આ દિવસોમાં પેટ્રોલની કિંમત દરરોજ આસમાનને સ્પર્શી રહી છે. જ્યારે લોકો પેટ્રોલમાં ભરાવા જાય છે ત્યારે ભાવ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરવાનું ભૂલતા નથી. કેટલાક લોકો પેટ્રોલથી છુટકારો મેળવવા માટે ઈલેક્ટ્રિક બાઈક તરફ વળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો એ પણ વિચારી રહ્યા છે કે તેમની પાસેના પેટ્રોલ વાહનને ઇલેક્ટ્રિકમાં કેવી રીતે કન્વર્ટ કરવું. આટલું જ નહીં કેટલાક લોકોએ દેશી જુગાડ નો સહારો લઈને બાઇક સાઈકલમાં પણ ફેરવી છે.

આ પણ વાંચો :સહદેવે સ્ટાઇલિશ અંદાજમાં ગાયું બચપન કા પ્યાર, વાયરલ થયો નવો વીડિયો

આપના દેશમાં દરેક કામ માટે લોકો જુગાડ ની પદ્ધતિ વધુ અપનાવે છે. ક્યારેક જુગાડ થી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. અમે તમને આવું જ એક ઉદાહરણ બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો જોયા પછી તમે પણ વિચારશો કે જુગાડથી કંઈ પણ થઈ શકે છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દેશી જુગાડની મદદથી એક વ્યક્તિએ પોતાની મોટરસાઈકલને સાઈકલમાં ફેરવી દીધી. તેનો જુગાડ જોયા પછી તમારા પણ હોશ ઉડી જશે. હા, TVS  કંપનીની ગાડીના ઉપરનો ભાગ એસેમ્બલ કર્યો અને હવે તે રોડ પર દોડવા માટે તૈયાર છે. જ્યારે તે વ્યક્તિ તેને રસ્તા પર ચલાવી રહ્યો હતો ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આટલું જ નહીં, તેનો વીડિયો બનાવ્યા બાદ પસાર થતા લોકોએ તેને આ ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો અને હવે આ વીડિયો વાયરલ થઈ ગયો છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :મમ્મીને દુલ્હન બનેલા જોઈને બાળકીએ આપી આવી પ્રતિક્રિયા, જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ

જુગાડુ લાઈફ હેક નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને લગભગ 60 હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેને લગભગ 10 લાખ વખત જોવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો ઇન્સ્ટા રિલસ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો :ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવું સગર્ભા મહિલાને પડ્યું ભારે, જુઓ વીડિયો શું થયું પછી…

આ પણ વાંચો : લગ્નમાં દુલ્હને કર્યો એવો ડાન્સ, જોઈને દુલ્હો થઈ ગયો ભાવુક, તમે પણ જોવો આ સુંદર વીડિયો

આ પણ વાંચો :છોકરીએ રસ્તા વચ્ચે છોકરાને કર્યું પ્રપોઝ, પછી જે થયું તમે વિશ્વાસ નહીં કરી શકો..