Election Result/ ખેડા જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, ભાજપ 6 માંથી 4 જીતી શકે તેવા સમીકરણ

ગુજરાતની 15 વિધાનસભાની ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકિ છે ,ટૂંક સમયમાં મતગણતરી શરૂ થઇ જશે. આ વખતે ફરી એકવાર ચૂંટણી જીતવા માટે ભાજપ સજ્જ છે

Top Stories Gujarat
Election results

Election results;    ગુજરાતની 15 વિધાનસભાની ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકિ છે ,ટૂંક સમયમાં મતગણતરી શરૂ થઇ જશે. આ વખતે ફરી એકવાર ચૂંટણી જીતવા માટે ભાજપ સજ્જ છે! કોંગ્રેસ પરિવર્તન કરી શકે છે કે તે જોવાનું રહેશે, ખેડા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.ખેડા જિલ્લાની છ બેઠકો પર આ વખતે આમ આદમી પાર્ટી અને એએમઆઇએમ હોવાથી રાજકિય સમીકરણો બદલાઇ શકે છે. 2017માં ખેડા જિલ્લાની માતર બેઠક પર ભાજપ જીતી છે, અને મહેમદાવાદ અને નડિયાદમાં પણ ભાજપ જીતી હતી જયારે કોંગ્રેસ કપડવંજ,ઠાસરા અને મહુઘા પર જીતી હતી. આ વખતે આ ગઢમાં ભાજપ ચાર બેઠકો જીતી શકે છે.

માતર

માતર બેઠક પર કુલ મતદારો 252144 છે. જેમાં પુરૂષ મતદારો 128786 અને સ્ત્રી મતદારો 123349 છે. માતર બેઠક પર 69.91 ટકા મતદાન થયું છે. ખેડાની માતર બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર કલ્પેશ પટેલ છે, સામે કોંગેસના ઉમેદવાર સંજય પટેલને ટિકિટ અપાઈ હતી. અહીં આપના પરમારને ટિકિટ અપાઈ હતી. આ બેઠક 2017માં ભાજપ પાસે હતી. આ વખતે પણ ભાજપ જીતી શકે તેવી પ્રબળ સંભાવના છે.

નડિયાદ

નડિયાદ બેઠક પર કુલ મતદારો 273832 છે. જેમાં પુરૂષ મતદારો 138729 અને સ્ત્રી મતદારો 135057 છે. નડિયાદ બેઠક પર 59.90 ટકા મતદાન થયું છે. ખેડાની નડિયાદ બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર પંકજ દેસાઇ છે, સામે કોંગેસના ઉમેદવાર ધ્રુવલ પટેલને ટિકિટ અપાઈ હતી. અહીં આપના હર્ષદ વાઘેલાને ટિકિટ અપાઈ હતી.આ બેઠક ભાજપની સુરક્ષિત બેઠક છે.

મહેમદાવાદ

મહેમદાવાદ બેઠક પર કુલ મતદારો 250521 છે. જેમાં પુરૂષ મતદારો 127582 અને સ્ત્રી મતદારો 122930 છે. મહેમદાવાદ બેઠક પર 72.45 ટકા મતદાન થયું છે. ખેડાની મહેમદાવાદ બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ છે, સામે કોંગેસના ઉમેદવાર જુવાનસિંહ ગડાભાઇ ને ટિકિટ અપાઈ હતી. અહીં આપના  પ્રમોદ ચૌહાણ ને ટિકિટ અપાઈ હતી.આ વખતે આ બેઠક પર રસાકસીનો જંગ છે, ભાજપે કેબિનેટ મંત્રી અર્જુન સિંહને રીપીટ કર્યા છે, આ બેઠક પર ભારે રસાકસી જોવા મળશે.

મહુધા

મહુધા બેઠક પર કુલ મતદારો 252140 છે. જેમાં પુરૂષ મતદારો 129330 અને સ્ત્રી મતદારો 122804 છે. મહુધા બેઠક પર 69.16 ટકા મતદાન થયું છે. ખેડાની મહેમદાવાદ બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર સંજય સિંહ મહિદા છે, સામે કોંગેસના ઉમેદવાર ઇન્દ્રજીત સિંહ પરમારને ટિકિટ અપાઈ હતી. અહીં આપના રાવજીભાઇ વાઘેલા ને ટિકિટ અપાઈ હતી.આ બેઠક કોંગ્રેસ ક્યારે હારી નથી પરતું આ વખતે એએમઆઇએમ ચૂંટણી લડી રહી હોવાથી સમીકરણ બદલાઇ શકે છે

ઠાસરા

ઠાસરા બેઠક પર કુલ મતદારો 272969 છે. જેમાં પુરૂષ મતદારો 139680 અને સ્ત્રી મતદારો 133284 છે. ઠાસરા બેઠક પર 71.64 ટકા મતદાન થયું છે. ખેડાની ઠાસરા બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર યોગેન્દ્ર સિંહ પરમાર છે, સામે કોંગેસના ઉમેદવાર કાંતિ પરમારને ટિકિટ અપાઈ હતી. અહીં આપના નટવરસિંહ રાઠોડને ટિકિટ અપાઈ હતી.આ બેઠક આ વખતે ભાજપ જીતી શકે છે, મતોનું ધ્રુવીકરણ થયા હોવાની વાત જાણવા મળી છે.

કપડવંજ

કપડવંજ બેઠક પર કુલ મતદારો 299319 છે. જેમાં પુરૂષ મતદારો 152011 અને સ્ત્રી મતદારો 147296 છે. કપડવંજ બેઠક પર 68.72 ટકા મતદાન થયું છે. ખેડાની કપડવંજ બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર રાજેશ ઝાલા છે, સામે કોંગેસના ઉમેદવાર કાળા ડાભીને ટિકિટ અપાઈ હતી. અહીં આપના મનુભાઇ પટેલને ટિકિટ અપાઈ હતી.આ બેઠક કોંગ્રેસ જીતી શકે છે.

Election Result/ભાજપ સતત સાતમીવાર ચૂંટણી જીતીને સીપીએમના રેકોર્ડની બરાબરી કરવા સજ્જ,ભગવો