Not Set/ મહિલાઓ સામેના અત્યાચાર વધ્યા, છતાંય ગુજરાતમાં માત્ર 5 જ ટકા ‘નિર્ભયા ફંડ’ વપરાયું

હાલમાં દેશમાં ચારે ને ચૌટે એક જ વાત છે, દરેક ના મુખે – દેશમાં મહિલા પર થતા અત્યાચારની સંખ્યામાં બહુ જ ઝડપથી વધારો થઇ રહ્યો છે. તેમાંય ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક દીવોમાં મહિલા પર થતા અત્યાચારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતના મોટા શહેર રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરતમાં મહિલા દુષ્કર્મની ફરિયાદો ઝડપથી વધી રહી […]

Top Stories Gujarat Others
તલોદ 1 મહિલાઓ સામેના અત્યાચાર વધ્યા, છતાંય ગુજરાતમાં માત્ર 5 જ ટકા ‘નિર્ભયા ફંડ’ વપરાયું

હાલમાં દેશમાં ચારે ને ચૌટે એક જ વાત છે, દરેક ના મુખે – દેશમાં મહિલા પર થતા અત્યાચારની સંખ્યામાં બહુ જ ઝડપથી વધારો થઇ રહ્યો છે. તેમાંય ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા કેટલાક દીવોમાં મહિલા પર થતા અત્યાચારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતના મોટા શહેર રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરતમાં મહિલા દુષ્કર્મની ફરિયાદો ઝડપથી વધી રહી છે.

અ બધામાં સૌથી આશ્ચર્ય ઉપજાવે તેવી વાત સામે આવી છે તે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મહિલા અત્યાચાર નીસ અમે લડવા માટે કેટલુક ફંડ દરેક જિલ્લાને ફાળવવામાં આવે છે. અને આ ફંડ કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવતું હોવા છતાંય ગુજરાત સરકાર આ ફંડના ઉપયોગ પ્રત્યે ઉદાસીન રહી છે.

ગુજરાતમાં મહિલાઓ પર ગુનાખોરીનો દર ઉંચો હોવા છતાં રાજય સરકારે મહિલા સુરક્ષા માટેના નિર્ભયા ફંડનો ખાસ ઉપયોગ કર્યો નથી. 95 ટકા ફંડ વણવપરાયેલુ રહ્યુ છે. કેન્દ્ર સરકારે મહિલાઓની સલામતી તથા સુરક્ષા માટે 10000 કરોડનુ નિર્ભયા ફંડ ઉભુ કર્યુ હતું. ગુજરાતમાં 2017માં લાખ મહિલાઓમાંથી 21.3 મહિલાઓ સામે ગુના નોંધાયા હતા. તે દર પ્રમાણમાં ઉંચો છે. ગુજરાતને રૂા.87.04 કરોડની ફાળવણી થઈ હતી.

તેમાંથી માત્ર રૂા.4.58 કરોડ જ વપરાયુ છે. 95 ટકા ફંડ વણવપરાયેલુ છે. અભ્યાસ રીપોર્ટમાં એવુ બહાર આવ્યુ છે કે કેન્દ્ર સરકારે 36 રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશોને 2264 કરોડ ફાળવી દીધા હતા. જાતિય અત્યાચાર- યૌન શોષણ હત્યા જેવા બનાવોમાં વૃદ્ધિ છતાં અમુક રાજયોએ કુલ 252 કરોડ રૂપિયામાં જ ખર્ચ કર્યો છે. જયારે 89 ટકા અર્થાત 2012 કરોડ વણવપરાયેલા છે.

બળાત્કાર અને ત્યારબાદ હત્યા જેવા બનાવો વખતે સમગ્ર દેશના લોકોમાં આક્રોશ ભભુકી ઉઠે છે. તેમ છતાં પછી કોઈ નકકર પગલા લેવાતા નથી કે જેનાથી મહિલાઓ પર બળાત્કાર જેવી ઘટનાઓ અટકી શકે. નિર્ભયા ફંડનો ઓછો ખર્ચ એવું સૂચવે છે કે દેશમાં મહિલાઓની સુરક્ષા-સલામતી માટે ખાસ રાજકીય ઈચ્છાશક્તિ જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.