Not Set/ સતત હુમલા બાદ ગાઝાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર, હજારો લોકોએ છોડ્યું પોતાનુ ઘર

ઇઝરાઇલ દ્વારા ગાઝા પર સતત કરવામાં આવેલા હવાઈ હુમલા અને રોકેટ ફાયરિંગથી સર્જાતા વિનાશ વચ્ચે મોટા પાયે પલાયન શરૂ થઈ ગયુ છે.

Top Stories World
petrol 26 સતત હુમલા બાદ ગાઝાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર, હજારો લોકોએ છોડ્યું પોતાનુ ઘર

ઇઝરાઇલ દ્વારા ગાઝા પર સતત કરવામાં આવેલા હવાઈ હુમલા અને રોકેટ ફાયરિંગથી સર્જાતા વિનાશ વચ્ચે મોટા પાયે પલાયન શરૂ થઈ ગયુ છે. છેલ્લા ઘણા દિવસોથી સતત થતા હુમલાઓને કારણે ગાઝાની સ્થિતિ કથળી રહી છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. હવે વીજળી-પાણીનું સંકટ પણ ગંભીર બની ગયું છે.

રાજકારણ / એવુ શું થયુ કે રાહુલ ગાંધીએ પોતાની ધરપકડની કરી માંગ? જાણો

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર બે લાખ ત્રીસ હજાર લોકોને ગાઝામાં ઘણી મુશ્કેલીઓ બાદ જ પાણી મળી રહ્યું છે. વીજળી પણ ઘણી મુશ્કેલીઓ બાદ ઉપલબ્ધ થાય છે. દિવસો જતા સ્થળાંતરમાં વધારો થતો જઇ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર સોમવારથી દસ હજાર પેલેસ્ટિનિયનએ ગાઝામાં પોતાનાં ઘર છોડી ગયા છે. ઇઝરાઇલમાં ગૃહ યુદ્ધની પણ શક્યતાઓ બની ગઈ છે. ઘણા શહેરોમાં અરબી મૂળનાં લોકો સાથે પોલીસ અને અર્ધલશ્કરી દળોનો સીધો મુકાબલો છે. સાઉદી અરેબિયા અને યુનાઇટેડ સ્ટેટ્સે યુદ્ધને સમાપ્ત કરવા માટે કૂટનીતિક પ્રયત્નો ઝડપી બનાવ્યા છે. રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને ઇસ્લામી દેશોની બેઠક મળી રહી છે. ગાઝામાં અત્યાર સુધીમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાં 34 બાળકો અને 21 મહિલાઓ છે. 950 લોકો ઘાયલ થયા છે. ગાઝામાં એક હવાઈ હુમલોમાં 12 લોકોનાં મોત નીપજ્યાં. તેમા મોટાભાગનાં બાળકો છે.

પ્રતિબંધો યથાવત / દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ લોકડાઉન લંબાવાયું, જાણો ક્યા સુધી રહેશે પ્રતિબંધો?

ઉલ્લેખનીય છે કે, 1948 માં ઇઝરાઇલની સ્થાપના સમયે થયેલા યુદ્ધમાં લગભગ સાત લાખ પેલેસ્ટિનિયનનું સ્થળાંતર થયુ હતુ. તેમની યાદમાં નકબા દિવસની ઉજવણીને કારણે હિંસાનો ડર વધુ વધી ગયો છે. ઇજિપ્તનાં અધિકારીનાં જણાવ્યા મુજબ, તેમણે એક વર્ષની યુદ્ધવિરામ સંધિનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને હમાસે સ્વીકાર્યો, પરંતુ ઇઝરાઇલે નામંજૂર કર્યો. હમાસે ગાઝામાં ટનલ પરનાં હવાઈ હુમલામાં 20 લડવૈયાઓનાં મોતની પુષ્ટિ કરી છે. ઇઝરાયલી સેનાનાં જણાવ્યા અનુસાર આ હુમલામાં હમાસનાં વધુ સભ્યો માર્યા ગયા છે. ઇઝરાઇલ-પેલેસ્ટિનિયન મુદ્દે સાઉદી અરેબિયાએ રવિવારે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) નાં વિદેશ પ્રધાનોની વર્ચુઅલ બેઠક બોલાવી છે. મુસ્લિમ દેશોની સૌથી મોટી સંસ્થામાં 57 દેશો શામેલ છે. આ બેઠકમાં અલ અક્સા મસ્જિદમાં નમાઝીઓ સાથે ઇઝરાઇલનાં પેલેસ્ટિનિયન અને ઇઝરાઇલી પોલીસ વિરુદ્ધ થયેલી હિંસા અંગે ચર્ચા કરવામાં આવશે.

s 3 0 00 00 00 2 સતત હુમલા બાદ ગાઝાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર, હજારો લોકોએ છોડ્યું પોતાનુ ઘર