Karnataka/ સ્કૂલ ફી ના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હજારો ટીચર્સ અને સ્ટાફ, 2 કિલોમીટર લાગી લાંબી લાઇન

બેંગલુરુ કર્ણાટકની ખાનગી શાળાઓમાં ભણાવતા લગભગ ત્રણ હજાર શિક્ષકો અને સ્ટાફ ટ્યુશન ફી ઘટાડવાના સરકારના નિર્ણયના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી ગયા છે. બેંગલુરુમાં પ્રદર્શન કરવાના વિરોધમાં ડ્રાઇવરો, સુરક્ષા કર્મચારીઓ અને શાળા સંચાલક સામેલ છે. ડ્રોન ફૂટેજમાં હજારો લોકો બેંગાલુરુમાં ફ્લાયઓવર પર એક પ્રદર્શન દરમિયાન ચાલતા નજરે પડે છે. આ માર્ચને કારણે આ વિસ્તારમાં લગભગ 30 […]

India
school fees સ્કૂલ ફી ના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હજારો ટીચર્સ અને સ્ટાફ, 2 કિલોમીટર લાગી લાંબી લાઇન

બેંગલુરુ કર્ણાટકની ખાનગી શાળાઓમાં ભણાવતા લગભગ ત્રણ હજાર શિક્ષકો અને સ્ટાફ ટ્યુશન ફી ઘટાડવાના સરકારના નિર્ણયના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી ગયા છે. બેંગલુરુમાં પ્રદર્શન કરવાના વિરોધમાં ડ્રાઇવરો, સુરક્ષા કર્મચારીઓ અને શાળા સંચાલક સામેલ છે. ડ્રોન ફૂટેજમાં હજારો લોકો બેંગાલુરુમાં ફ્લાયઓવર પર એક પ્રદર્શન દરમિયાન ચાલતા નજરે પડે છે. આ માર્ચને કારણે આ વિસ્તારમાં લગભગ 30 થી 45 મિનિટ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

શહેરના કેન્દ્રમાં રેલવે સ્ટેશનથી ફ્રિડમ પાર્ક સુધીની આશરે 50,000 લોકોની રેલીએ 2 કલાકનો રસ્તો રોક્યો હતો અને કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો હતો.

Teachers, private school staff hold protest in Bengaluru over fee cut |  CHENNAI NYOOOZ

આ વિરોધ પ્રદર્શન કર્ણાટકની ખાનગી શાળા મેનેજમેન્ટ, ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફને કો-અર્ડિનેશન કમિટિ દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 10 ખાનગી શાળાઓના સંગઠને બેંગાલુરુના મુખ્ય રેલવે સ્ટેશનથી પ્રખ્યાત સ્થળ ફ્રીડમ પાર્ક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રેલીમાં ત્રીસ હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે.

કોરોનાનો રાફડો ફાટ્યો, મહારાષ્ટ્રમાં એકસાથે 39 વિદ્યાર્થીઓ અને પાંચ કર્મચારીને કોરાનાનો ચેપ લાગ્યો

कर्नाटक: येदियुरप्पा सरकार के फैसले के खिलाफ सड़क पर उतरे हजारों टीचर्स,  बेंगलुरु में लगा 2 किलोमीटर लंबा जाम |Karnataka Private school fee cut  teachers non ...

આ પ્રદર્શન બાદ રાજ્યના પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન મિનિસ્ટર એસ. સુરેશ કુમારે વિરોધ સ્થળે પહોંચ્યા હતા અને વાલીઓ અને શાળા સંચાલન સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી હતી.

કર્ણાટકની યેદુયુરપ્પા સરકાર દ્વારા આ શૈક્ષણિક વર્ષ માટે માત્ર 70 ટકા ફી વસૂલવાના નિર્ણય બાદ કર્ણાટકની ઘણી ખાનગી શાળાઓએ મંગળવારે રજા જાહેર કરી હતી. વિરોધ કરી રહેલા સ્ટાફના સભ્યોનું કહેવું છે કે સરકારે પોતાનો આદેશ પાછો ખેંચવો જોઈએ. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ શિક્ષકો માટે ગ્રાન્ટની માંગ પણ કરી છે.

ત્રણ સ્કૂલ એસોસિએશનોએ સરકારના આ નિર્ણય અંગે કર્ણાટક હાઇકોર્ટમાં રીટ ફાઇલ કરી છે.